હારમાં પણ ‘વિરાટ’ જીત : ઈંગ્લેન્ડ સામેની હારમાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવી વિરાટે રચ્યો ઇતિહાસ
ભારતને ઈંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો જરુર કરવો પડ્યો હતો. પરંતુ આ હારમાં પણ ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી હીરો બનીને ચમક્યો છે. વિરાટ કોહલી 4000 T20I રન પૂરા કરનાર ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન બન્યો છે સાથે જ કોહલી T20 વર્લ્ડ કપ 2022માં પણ ટોપ સ્કોરર પણ બન્યો છે. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી સેમીફાઈનલમાં આ સિદ્ધિ હાંસિલ કરી હતી.
આ પણ વાંચો : શા માટે ભારત સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું ? : આ રહ્યાં મુખ્ય કારણો
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો કોહલી
અગાઉ, કોહલી એડિલેડમાં બાંગ્લાદેશ સામેલ T20 વર્લ્ડ કપમાં સર્વકાલીન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો, તેણે મહેલા જયવર્દનેના 1016 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. કોહલીને 2014 અને 2016 T20 વર્લ્ડ કપ બંનેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, તે આ મહારથ હાંસિલ કરનાર એકમાત્ર પુરુષ ક્રિકેટર બન્યો હતો.
VIRAT KOHLI ????
He becomes the first player to cross 4⃣0⃣0⃣0⃣ T20I runs!#T20WorldCup | #INDvENG | ????: https://t.co/PgKzpNaatB pic.twitter.com/F4v9ppWfVo
— ICC (@ICC) November 10, 2022
કોહલી T20I ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની તેણે ઘણાં મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. આ યાદીમાં તે કેપ્ટન રોહિત શર્મા, માર્ટિન ગુપ્ટિલ, બાબર આઝમ અને પોલ સ્ટર્લિંગથી આગળ છે. કોહલીનો હાલમાં લગભગ 140નો સ્ટ્રાઈક રેટ છે અને એવરેજ 50થી વધુ છે.
વર્લ્ડ કપ 2022માં ટોપ સ્કોરર
કોહલી ટી20 વર્લ્ડ કપ 2022માં 6 મેચમાં 270થી વધુ રન સાથે ટોપ સ્કોરર પણ છે. ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે સતત આગળ વધવા માટે સંઘર્ષ કર્યો હોવા છતાં પણ તેઓ વધુ રન બનાવી શક્યા નહોતાં. સ્ટાર બેટર વિરાટે ભારતની બેટિંગ લાઇન અપમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોહલીએ મેલબોર્નમાં તેમના સુપર 12 ઓપનરમાં પાકિસ્તાન સામે અદભૂત 53 બોલમાં અણનમ 82 રન કરીને ભારતને મુશ્કેલીમાંથી રોમાંચક જીત અપાવી હતી. આ સિવાય તેણે નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે પણ અર્ધસદી ફટકારીને સારા ફોર્મ સાથે આગળ વધ્યો હતો.