ટ્રેન્ડિંગસ્પોર્ટસ

આ સિરીઝમાં નહીં રમે વિરાટ! તો હવે ક્યારે જોવા મળશે કિંગ કોહલી મેદાનમાં ?

  • ICC ODI વર્લ્ડ કપ 2023 બાદ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલ આરામ પર છે. હવે જોવાનું એ છે કે ક્યારે ફરશે કિંગ કોહલી ફરી મેદાને!

દિલ્હી, 29 નવેમ્બર: ICC વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખૂબ જ સારો રહ્યો, વર્લ્ડ કપ 2023માં કિંગ કોહલીએ ઘણા રેકોર્ડ તોડ્યા અને નવા રેકોર્ડ બનાવ્યા છે. ત્યારે હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમી રહી છે, ત્યારે વિરાટ અત્યારે આરામ પર છે. T20ની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે રમાશે. પરંતુ આ પછી પણ વિરાટ કોહલી વાપસી કરે તેવું લાગતું નથી. હવે સવાલ એ છે કે વિરાટ ક્યારે મેદાન પર રમતા જોવા મળશે.

વિરાટ કોહલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણીમાંથી પણ બહાર રહી શકે છે

ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી પૂરી થયા બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના લાંબા પ્રવાસ પર જશે. જ્યાં T20, ODI અને ટેસ્ટ શ્રેણી રમાશે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે કે વિરાટ કોહલીએ BCCI પાસે T20 ઈન્ટરનેશનલ અને ODI માટે રજા માંગી છે. એટલે કે વિરાટ આગામી રમાનાર T20 તેમજ ODIની સિરીઝમાં ભાગ નહીં લે. પરંતુ ટેસ્ટ શ્રેણી માટે પરત ફરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની શરૂઆત T20થી થશે. આમાં ત્રણ મેચ રમાશે અને ત્યારબાદ ત્રણ વનડે રમાશે. છેલ્લે બે ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાશે, તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે.

ક્યારે થશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનાર T20 અને વનડે માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનાર શ્રેણી 10 ડિસેમ્બરથી શરૂ થશે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે એકથી બે દિવસમાં T20 અને વનડે માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ જશે. ટેસ્ટ માટેની ટીમની જાહેરાત પાછળથી પણ કરવામાં આવી શકે છે. આ જાહેરાત પર તમામ ખેલાડીઓની નજર રહેલી છે.

વિરાટ કોહલી કેટલા દિવસ આરામ પર છે ?

વિરાટ કોહલીની રજા અંગે ન તો ખુદ વિરાટ કોહલીએ કંઈ કહ્યું છે અને ન તો BCCI દ્વારા કોઈ અપડેટ આપવામાં આવી છે. બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અને તેમની ટીમ શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે. વિરાટ આગામી રમાનાર T20 તેમજ ODIની સિરીઝમાં ભાગ નહીં લે. પરંતુ ટેસ્ટ શ્રેણી માટે પરત ફરી શકે છે.

T20: ભારત અને ઓસ્ટ્રેલિયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણીમાં ત્રણ મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે. ભારતીય ટીમે સરસાઈ મેળવી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરી છે. આવી સ્થિતિમાં સિરીઝની બે મેચ ખૂબ જ રસપ્રદ બનવાની છે.

આ પણ વાંચો: IPL 2024: ગુજરાત ટાઈટન્સે નવા કેપ્ટનની કરી જાહેરાત, જાણો કોને મળી કમાન ?

Back to top button