ટ્રેન્ડિંગસ્પોર્ટસ

કિશોર કુમારના બંગલામાં કોહલીની રેસ્ટોરન્ટ, તસવીરોમાં જુઓ આ સુંદર જગ્યા

Text To Speech

પ્રખ્યાત ગાયક કિશોર કુમારનો જુહુમાં આવેલો બંગલો વિરાટ કોહલીએ લીઝ પર લીધો છે. અહીં તેણે એક રેસ્ટોરન્ટ ખોલી છે.

મુંબઈના જુહુમાં દિવંગત ગાયક કિશોર કુમારના બંગલામાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ શરૂ થઈ છે. આ રેસ્ટોરન્ટનું નામ ‘One8 Commune’ રાખવામાં આવ્યું છે.

આ રેસ્ટોરન્ટનો ભવ્ય દેખાવ લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે જુહુની શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક કહેવાય છે.

આ રેસ્ટોરન્ટનું ઈન્ટિરિયર સોશિયલ મીડિયા પર છવાયેલું છે. યુઝર્સ આ સુંદર જગ્યાના જોરદાર વખાણ કરી રહ્યા છે.

આ રેસ્ટોરન્ટમાં વિરાટ કોહલીની જર્સી અને ઓટોગ્રાફ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. હાલમાં જ કેટલાક સ્ટાર્સ પણ અહીં જોવા મળ્યા છે.

કિશોર કુમારના આ બંગલાનું નામ ‘ગૌર કુંજ’ છે. આ બંગલામાં કિશોર કુમાર રહેતા હતા. હવે વિરાટે આ બંગલો 5 વર્ષ માટે લીઝ પર લીધો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ બંગલાને રેસ્ટોરન્ટમાં ફેરવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું.

વિરાટ કોહલી વિશ્વના ટોપ-100 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંથી એક છે. તે હાલમાં 30થી વધુ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. એક અનુમાન મુજબ તેમની કુલ સંપત્તિ 900 કરોડથી વધુ છે.

વિરાટ કોહલીએ ઘણા બિઝનેસમાં પોતાના પૈસા રોક્યા છે. તે UAE રોયલ્સ નામની ટેનિસ ટીમના સહ-સ્થાપક છે. આ સાથે, તે Wrogn બ્રાન્ડ અને ISL ના FC Goa ના સહ-સ્થાપક પણ છે.

કિશોર કુમાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તેમની કારકિર્દીમાં, તેમણે 100 થી વધુ સંગીત નિર્દેશકો સાથે 2678 ગીતો ગાયા. કિશોર કુમાર પણ અભિનય કરતા હતા. તેણે લગભગ 88 ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. લગભગ 35 વર્ષ પહેલા 13 ઓક્ટોબર 1987ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.

Back to top button