ટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટસ

વિરાટ કોહલી 16 વર્ષનો થયોઃ જાણો કારકિર્દી અને અતૂટ રેકોર્ડ વિશે

  • વિરાટે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. તે 2011 ODI વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024 T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યો છે

મુંબઈ, 18 ઓગસ્ટ: હેડિંગ વાંચીને ચોંકી ન જશો. વિરાટ કોહલી 16 વર્ષનો થયો અર્થાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેની તેની કારકિર્દીના 16 વર્ષ આજે રવિવારે પૂરા થયા છે. વિરાટે આજના જ દિવસે 2008માં શ્રીલંકા સામે ODI ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તે કંઈ ખાસ દેખાડો કરી શક્યો ન હતો તે માત્ર 12 રન જ બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે આજે કોહલી નવી ઊંચાઈએ પહોંચી ગયો છે.

કોહલીના નામે નોંધાયા છે અનેક રેકોર્ડ

ક્રિકેટ જગતમાં કિંગ કોહલી અને ધ રન મશીન તરીકે પ્રખ્યાત વિરાટે આવા ઘણા રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવો મુશ્કેલ છે. તેને કેટલીકવાર મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને જ્યારે તે ફોર્મની બહાર હતો. તેની પ્રતિબદ્ધતા, ક્રિકેટ પ્રત્યેની લગન અને સખત મહેનત તેમને નવી ઊંચાઈએ લઈ ગઈ છે.

T20 ફોર્મેટમાંથી લઈ લીધી છે નિવૃત્તિ

વિરાટે 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. તે 2011 ODI વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024 T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યો છે. વિરાટ કોહલીએ 2011માં ટી20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે હવે તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. T20 વર્લ્ડ કપ 2024ના ટાઇટલમાં ભારતનું નેતૃત્વ કર્યા પછી, તેણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 113 ટેસ્ટ, 295 વનડે અને 125 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

કોહલીના નામે નોંધાયેલી છે આ મોટી સિદ્ધિઓ

  • સચિન તેંડુલકર (100) પછી વિરાટ કોહલીએ (80) સૌથી વધુ સદી ફટકારનાર બીજા ખેલાડી છે.
  • વિરાટે ODIમાં સચિન તેંડુલકર (49)ને પાછળ છોડીને અડધી સદી પૂરી કરી છે.
  • વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ છ વર્ષ સુધી ટેસ્ટમાં નંબર વન રહી.
  • વિરાટ કોહલી વિશ્વનો ચોથો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન.
  • હાલમાં વિરાટ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ક્રિકેટ રમતા ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
  • કોહલીએ કેપ્ટન તરીકે સાત બેવડી સદી ફટકારી છે. તેણે વેલી હેમન્ડ અને મહેલા જયવર્દનેની બરાબરી કરી છે.
  • કોહલી 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ચોથો ભારતીય અને વિશ્વનો નવમો ખેલાડી છે.

આ પણ વાંચો: વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નહિ રમાય મેચ, ICCનો ચોંકાવનારો નિર્ણય

Back to top button