નવી દિલ્હી, 19 ડિસેમ્બર, 2024: વિરાટ કોહલી ટૂંક સમયમાં ભારત છોડીને લંડન સ્થાઈ થવા ચાલ્યો જશે. ભારતીય ક્રિકેટનો આ દિગ્ગજ ખેલાડી પરિવાર સાથે યુકેમાં સ્થાઈ થઈ જશે એ વાત છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહી હતી, પરંતુ હવે એક એવી વ્યક્તિએ આ વિશે ખુલાસો કરી દીધો છે જેનાથી વિરુષ્કારની ભાવિ યોજના વિશે હવે કોઈ આશંકા રહેતી નથી.
વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ પોતે જ આ ખુલાસો કર્યો હોવાનું કેટલાક મીડિયા અહેવાલ દ્વારા જાણવા મળે છે. એક અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, રાજકુમાર શર્માએ ક્યું કે, કોહલી ટૂંક સમયમાં ભારત છોડી દેશે અને લંડન શિફ્ટ થઈ જશે. આમ પણ છેલ્લા એકાદ વર્ષમાં કોહલી અલગ અલગ સમયે, ખાસ કરીને વેકેશનમાં લંડનની શેરીઓમાં અનુષ્કા સાથે જોવા મળ્યો હતો અને તેથી તે કાયમી ત્યાં શિફ્ટ થશે એવું માનવામાં આવી જ રહ્યું હતું.
विराट के कोच बोले….#viratkohli pic.twitter.com/ZcwELR06P0
— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) December 19, 2024
ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રવાસ દરમિયાન કોહલી બરાબર ફોર્મમાં નથી અને બેટિંગ કરવામાં તેને મુશ્કેલી પડી રહી હોવાનું જાણકારોના ધ્યાનમાં આવ્યું છે. તે ફોર્મમાં નહીં હોવાની અસર તેના સ્વભાવ ઉપર પણ પડી છે અને આજે જ, એટલે કે 19 ડિસેમ્બરને ગુરુવારે એક સમાચાર આવ્યા છે જેમાં તે ઓસ્ટ્રેલિયાની મહિલા પત્રકાર સાથે ગુસ્સાથી વાત કરતો હોય એવું દેખાય છે. અહેવાલો અનુસાર તેમે પત્રકારોને તેના પરિવારના સભ્યોના ફોટા-વીડિયો ન લેવા કહ્યું હતું પરંતુ પત્રકારો માન્યા ન હતા અને તેને પગલે ગુસ્સે થયેલો કોહલી એક મહિલા પત્રકાર સાથે ઝઘડી પડ્યો હતો. (વાંચો આ ઘટનાનો સમગ્ર અહેવાલ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને)
નિષ્ણાતો માને છે કે, જેમ આર. અશ્વિને ગઈકાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી તેવી જ રીતે વર્તમાન શ્રેણી પૂરી થયા બાદ વિરાટ કોહલી પણ ક્રિકેટને રામરામ કહી દેશે. રોહિત શર્મા પણ હવે વધારે નહીં રમે એવું ક્રિકેટ નિષ્ણાતોને લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયન રિપોર્ટર સાથે વિવાદ, Melbourne airport પર કરી બોલાચાલી
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં