વિરાટ કોહલીનો સમય હવે ખતમ થઈ ગયો: દિગ્ગજ ખેલાડીએ ભારતના સ્ટાર બેટ્સમેન પર કરી ભવિષ્યવાણી
નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2025: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને હાલમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં પર્થ ટેસ્ટમાં તેણે સદી ફટકારી હતી, જ્યારે 9 ઈનિંગ્સમાં 23ની એવરેજથી તેણે 190 રન બનાવ્યા હતા.
8 વાર સ્ટમ્પ પાછળ ઓફ સાઈડના બોલને ફટકારવા જતાં કોહલી કેચ આઉટ થયો. આ ખરાબ પ્રદર્શન બાદ કોહલીને સંન્યાસ લેવાની સલાહ મળી રહી છે. આ દરમ્યાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે એક મોટુ નિવેદન આપ્યું છે.
પૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટર ડેવિડ લોયડે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય પર મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કોહલીનો સમય હવે ખતમ થઈ ગયો છે. કોહલી હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાં પસાર થઈ રહ્યો છે અને તેણે પાછલી ટેસ્ટ સીઝનમાં કોઈ યાદગાર પ્રદર્શન કર્યું નથી.
જો કે, તેણે પર્થમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. પણ તે પોતાના ફોર્મ જાળવી શક્યો નહોતો. કારણ કે ઓસ્ટ્રેલિયન બોલર્સે તેને ઓફ સ્ટંપ બહારની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો હતો.
ખરાબ ફોર્મમાં કારણે કોહલીને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાનને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં જ લોયડે કોહલીના ખરાબ ફોર્મ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. ઓફ સ્ટંપ બહારની નબળાઈને લઈને તેમણે કહ્યું કે, જ્યારે તે ઈંગ્લેન્ડ આવશે, તો ફરી એક વાર તેની નબળાઈ પર હુમલો કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: મહુધાથી અમદાવાદ આવતી બસનો અકસ્માત થયો, કંડક્ટરે જીવ ગુમાવ્યો