“Jhoome Jo Pathaan”, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો હૂક સ્ટેપ્સનો વીડિયો વાયરલ


ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટ મેચ દરમિયાન શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘Pathaan’ના ગીત “ઝૂમે જો પઠાણ”ના હૂક સ્ટેપ પર વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
@imVkohli dancing on jhume jo pathan ..❣️????????#pathan #ViratKohli???? #pathandekhegahindustan pic.twitter.com/iP2Q9Tbnww
— चिकू ❣️ (@Chiku_9208) February 11, 2023
સોશિયલ મીડિયા પર કોહલી અને જાડેજાના ડાન્સ સ્ટેપને જોઈને ફેન્સ તેને “Jhoome Jo Pathaan” ગીતનું હૂક સ્ટેપ ગણાવી રહ્યા છે. વીડિયોમાં, કોહલી તેના પગ અને હાથને બરાબર એ જ રીતે હલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જે રીતે કિંગ ખાન આ ગીતમાં તેની હિરોઈન દીપિકા પાદુકોણ સાથે કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કોહલી ટેસ્ટ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. એટલું જ નહીં, કોહલીએ સ્લિપમાં કેચ પણ છોડ્યા. વિરાટે પ્રથમ દાવ દરમિયાન 12 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ફિલ્ડિંગ દરમિયાન તેનો સ્ટીવ સ્મિથનો કેચ પણ ચૂકી ગયો હતો.
નાગપુર ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ અને 132 રને હરાવ્યું હતું. ભારતની જીતમાં સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી, જેના કારણે બંને ઇનિંગ્સમાં કાંગારુ બેટ્સમેનોના શ્વાસ અધ્ધર થઈ ગયા. પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયા 177 રનમાં આઉટ થઈ ગયું હતું, જ્યારે બીજી ઈનિંગમાં માત્ર 91 રનમાં ઓલઆઉટ થઈ હતી. રવિન્દ્ર જાડેજાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
હવે સિરીઝની આગામી મેચ 17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રમાશે. ભારત સિરીઝમાં ઓસ્ટ્રેલિયાથી 1-0થી આગળ છે.