વિરાટ કોહલી તેના જન્મદિવસ પર રમાયેલી મેચો ક્યારેય હાર્યો નથી
- આજે વિરાટ કોહલીનો 35મો જન્મદિવસ.
- કોહલી પોતાના જન્મદિવસ પર ત્રીજી આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
ભારતીય ક્રિકેટમાં 5 નવેમ્બરની તારીખ ખૂબ જ ખાસ છે. તેનું કારણ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે. આ દિવસ તેમનો જન્મદિવસ છે અને આ વખતે આ દિવસ ખાસ બની ગયો છે કારણ કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં 5 નવેમ્બર એટલે કે આજે જ દક્ષિણ આફ્રિકા સામે મેચ છે. આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આવી સ્થિતિમાં વિરાટ માટે આ મેચ વધુ ખાસ બની રહેશે.
વિરાટની 500 મેચની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આ ત્રીજી વખત તેઓ તેમના જન્મદિવસ પર આંતરરાષ્ટ્રીય મેચ આજે રમશે. અગાઉ વિરાટે તેમના જન્મદિવસ પર રમેલી બે મેચોમાં કોહલીનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું અને ભારતે બંને મેચમાં જીત મેળવી હતી. આ જોતા એવું લાગે છે કે આજે પણ દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીત નક્કી છે.
ભારત માટે દક્ષિણ આફ્રિકાને હરાવવું એટલુંએ સરળ નથી. ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની આ ટીમે અત્યાર સુધીમાં 7માંથી 6 મેચ જીતી છે. તેના બેટ્સમેનો આ વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે, અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાએ 5 મેચમાં પ્રથમ બેટિંગ કરતા 300 રન સુધીનો સ્કોર કર્યો છે. આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ સૌથી વધુ 8 સદી ફટકારી છે અને એકલા ક્વિન્ટન ડી કોકે 4 સદી ફટકારી છે.
આવી સ્થિતિમાં ભારત માટે દક્ષિણ આફ્રિકાના પડકારને પાર કરવો આસાન નહીં હોય. આવી સ્થિતિમાં વિરાટ કોહલીના જન્મદિવસ પર ટીમ ઈન્ડિયાનો જીતનો રેકોર્ડ અકબંધ રહેશે કે કેમ તે જોવું રહ્યું.
- અગાઉ વિરાટના જન્મદિવસ પર રમાયેલી બે મેચોમાં ભારતે કોને હરાવ્યું અને કોહલીએ કેટલા રન બનાવ્યા ?
કોહલીએ 2015 માં તેના જન્મદિવસ પર તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી
વિરાટ કોહલીએ 2015 માં તેના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાએ તે ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 108 રનના માર્જીનથી હરાવ્યું હતું. જોકે આ મેચમાં વિરાટનું બેટ શાંત રહ્યું હતું. તેણે બંને દાવમાં સંયુક્ત રીતે માત્ર 30 રન બનાવ્યા હતા.
2021 T20 વર્લ્ડ કપમાં બીજી મેચ તેના જન્મદિવસ પર રમી હતી
કોહલીએ તેના જન્મદિવસ પર એટલે કે 5 નવેમ્બરે 2021 T20 વર્લ્ડ કપમાં બીજી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સામનો સ્કોટલેન્ડ સામે થયો હતો. ભારતે તે મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ભારતે 86 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ મેચમાં કેએલ રાહુલે 19 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઓપનિંગ કરતી વખતે રોહિતે પણ 16 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. વિરાટને માત્ર 2 બોલ રમવાની તક મળી અને તેણે 2 રન બનાવ્યા. આ T20 વર્લ્ડ કપ પછી જ વિરાટે ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડી હતી.
આ પણ વાંચો: વર્લ્ડકપમાં ભારતને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર