એરપોર્ટ પર અનુષ્કા શર્માની અજીબ હરકતો કેમેરામાં કેદ, જુઓ વીડિયો


પાવરફુલ કપલ્સમાં સામેલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એરપોર્ટ પર જોવા મળ્યા. જ્યાં અનુષ્કા શર્માની અજીબ હરકતો પાપારાઝીઓએ કેમેરામાં કેદ કરી લીધી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
અનુષ્કા શર્માનો લેટેસ્ટ વીડિયો
મુંબઈ એરપોર્ટ પર અનુષ્કા શર્મા અલગ જ મૂડમાં જોવા મળી. તે બાળકો જેવી હરકતો કરતી કેમેરામાં કેદ થઇ. આવી હરકતો જોઇને ફેંસ સાથે સાથે વિરાટ પણ હેરાન જોવા મળ્યો. સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનુષ્કા બાળકો જેવી હરકતો કરી રહી છે. વિરાટ તેને સંભાળતો જોવા મળે છે આ દરમિયાન વિરાટનું માસ્ક પણ નીચે પડી જાય છે.
વિરાટ અનુષ્કા પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો
આ પછી વિરાટે પરિસ્થિતિને સંભાળતા અનુષ્કા સાથે પોઝ આપ્યો અને પછી તેને કારમાં બેસવાનું કહ્યું. આ દરમિયાન વિરાટ કોહલીના ચહેરા પર ગુસ્સાના હાવભાવ પણ સ્પષ્ટ જોવા મળે છે.
વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે
વિરાટ અનુષ્કાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે, નેટીઝન્સ અનુષ્કાના આ વલણ પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે વિરાટ કોહલીને જેન્ટલમેન કહી રહ્યા છે. વિરાટ અનુષ્કાના આ વીડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.