ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામેની જુલાઈના અંતે શરૂ થનારી ટી-20 સિરિઝમાંથી ખરાબ પરફોર્મન્સ અને ટીકાનો સામનો કરી રહેલ વિરાટ કોહલીને સિલેક્ટ કરવામાં આવ્યો નથી . BCCI દ્વારા આજે જાહેર થયેલ ટી-20 સિરિઝ માટેની ટીમમાંથી કોહલીને પડતો મુકવામાં આવ્યો છે. જેના કારણે વિરાટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોહલીના બચાવમાં BCCI પ્રમુખ, કહ્યું- “તેના સ્કોર પર કરો એક નજર”
આ સિવાય આજે જાહેર થયેલ ટીમમાં લાંબા સમયથી એકધાર્યું ક્રિકેટ રમી રહેલ જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય ધવનને વનડેમાં સ્થાન મળ્યા બાદ ટી 20માં સ્થાન મળ્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની 29મી જુલાઈથી શરૂ થનારી 5 ટી-20ની સિરિઝની પ્રથમ 3 મેચ માટે BCCI દ્વારા જાહેર થયેલ ટીમ નીચે મુજબ છે :
Rohit Sharma (C), I Kishan, KL Rahul*, Suryakumar Yadav, D Hooda, S Iyer, D Karthik, R Pant, H Pandya, R Jadeja, Axar Patel, R Ashwin, R Bishnoi, Kuldeep Yadav*, B Kumar, Avesh Khan, Harshal Patel, Arshdeep Singh.
*Inclusion of KL Rahul & Kuldeep Yadav is subject to fitness.
— BCCI (@BCCI) July 14, 2022
જોકે ઉપરોકત ખેલાડીઓમાંથી કે એલ રાહુલ અને કુલદીય યાદવને ફિટનેસને આધારે ટીમમાં સ્થાન મળશે તેમ BCCIએ ટ્વિટમાં ઉમેર્યું હતું.
ODI અને T20 માટે વેસ્ટ ઈન્ડિઝ જશે ટીમ ઈન્ડિયા :
વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20 શ્રેણી 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટ સુધી ચાલશે. પ્રથમ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ અન્ય બે મેચો રમાશે સેન્ટ કિટ્સમાં વોર્નર પાર્ક ખાતે રમાશે. ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજિનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ ખાતે અંતિમ બે મેચો રમાશે.
ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ મેચની ODI શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં શિખર ધવન ટીમનું સુકાન સંભાળશે જ્યારે રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન હશે. ભારત ત્રિનિદાદમાં ત્રણ વનડે મેચ રમશે, જે 22 જુલાઈથી શરૂ થશે.
ODI સીરિઝ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ, ઋષભ પંત, શમી અને હાર્દિક પંડ્યા જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટે ઓક્ટોબરમાં 2022 T-20 વર્લ્ડ કપ માટેની ટીમ તૈયાર કરવા અને બેકહેન્ડ માટે ખેલાડીઓને તૈયાર કરવા અનેક ફેરફારો છેલ્લા એક વર્ષની મેચોમાં કર્યા છે.