ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટસ

Virat-Anushka Anniversary : જાણો કેવી રીતે સ્ટાર બેટ્સમેન વિરાટ અનુષ્કાના પ્રેમમાં થયો હીટ વિકેટ

ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડીને આજે પણ શ્રેષ્ઠ કપલ ગણવામાં આવે છે. વિરાટ અને અનુષ્કાની આજે 5 મી એનિવર્સરી છે, ઉલ્લ્ખનીય છે કે વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2017માં 11 ડિસેમ્બરના રોજ ઈટલી ખાતે નજીકના લોકોની વચ્ચે લગ્નજીવનમાં બંધાયા હતા. ત્યારબાદ બંનેએ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન યોજ્યું હતુ, જેમાં તમામ મોટી હસ્તિઓ શામેલ થઈ હતી. વિરાટ અને અનુષ્કાની પાંચમી એનિવર્સરી નિમિત્તે તેમની રસપ્રદ લવસ્ટોરી વિશે અમે તમને જણાવીશું.

Virat and Anushka - Hum Dekhenge News
Virat and Anushka

આ પણ વાંચો : કોણ છે ઈશાન કિશાનની ગર્લફ્રેન્ડ, જે વરસાવી રહી છે ડબલ સદી પર ભરપૂર પ્રેમ

પહેલી વખત અનુષ્કાને જોઈને ઘબરાય ગયો હતો વિરાટ

વિરાટ અને અનુષ્કાની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2013માં એક એડ શૂટ દરમ્યાન થઈ હતી. આ વાત વિરાટે એક ઈન્ટરવ્યૂ દરમ્યાન પણ કહી હતી કે જ્યારે તે પહેલી વખત અનુષ્કાને મળ્યો ત્યારે ઘબરાયેલો હતો અને તે નર્વસનેસને ખતમ કરવા તેણે અનુષ્કાને એક જોક માર્યો હતો. વાત એમ હતી કે તે દરમ્યાન અનુષ્કાની હાઈટ વિરાટ કરતા વધુ હતી અને તેને જોતા વિરાટે અનુષ્કાને કહ્યુ હતુ કે, તમને નથી લાગતુ કે તમે વધુ લાંબી હિલ્સ પહેરી છે. વિરાટની આ વાત પછી અનુષ્કાને ગુસ્સો આવી ગયો હતો અને અનુષ્કાએ કીધુ હતુ કે, એક્સક્યુઝમી. અને અનુષ્કાના આવા રિએક્શન બાદ ત્યાં અજીબ સ્થિતિ ઉભી થઈ ગઈ હતી, તેવું વિરાટે જણાવ્યું હતુ. જો કે તે એડ શૂટ ખતમ થયા પછી બંને વચ્ચે સારી મિત્રતા પણ થઈ ગઈ હતી.

Virat and Anushka - Hum Dekhenge News
Virat and Anushka

જ્યારે વિરાટે અનુષ્કાને આપી હતી ફ્લાઈંગ કિસ

ત્યારબાદ અનુષ્કા ઘણી વખત વિરાટની મેચો જોવા સ્ટેડિયમ જતી હતી. આઈપીએલમાં પણ અનુષ્કા ઘણી વખત વિરાટની ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીશર્ટ પહેરી સપોર્ટ કરતી પણ જોવા મળી હતી. ત્યારબાદ બંને ઘણા નજીક આવ્યા હતા અને 2014માં મેલબોર્ન ખાતે વિરાટે સેન્ચુરી ફટકારી હતી અને આ મેચમાં પણ અનુષ્કા જોવા મળી હતી. સદી ફટકાર્યા બાદ વિરાટે સ્ટેડિયમમાં ઉભેલી અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી હતી, જે બાદ ચાહકોએ પુષ્ટિ કરી હતી કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યારબાદ વિરાટ પણ ઘણી વખત અનુષ્કાની ફિલ્મોનાં પ્રિમીયરમાં જોવા મળ્યો હતો.

Virat and Anushka - Hum Dekhenge News
Virat and Anushka

ઈટલી ખાતે ધામધુમથી કર્યા હતા લગ્ન 

બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 11 ડિસેમ્બર 2017માં ઈટલી ખાતે ધામધુમથી લગ્ન કર્યા હતા. જોકે તે લગ્નમાં તેમના નજીકના સગાસંબધી અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારબાદ બંનેએ દિલ્હી અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યુ હતું. જેમાં ક્રિકેટ જગત અને બોલિવુડના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

Virat and Anushka - Hum Dekhenge News
Virat and Anushka Daughter

આ કપલે પાછલા વર્ષે જ એક દિકરીને જન્મ આપ્યો છે, જેનું નામ વામિકા છે. આ કપલ હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે અને આજે પણ લોકો આ કપલને મોસ્ટ રોમેન્ટિક કપલ કહે છે, કારણ કે બંને જણા એકબીજા પર પ્રેમ વરસાવવાનો એક પણ મોકો છોડતા નથી અને એકબીજાને ખુબ જ સપોર્ટ કરે છે.

Back to top button