ટ્રેન્ડિંગફન કોર્નરયુટિલીટીવર્લ્ડવિશેષવીડિયો સ્ટોરી

વાયરલ વીડિયો : અમેરિકામાં ચોરને ચોરી કરવી પડી મોંઘી..

Text To Speech

અમેરિકા, 25 જાન્યુઆરી : સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે, જે દુકાનોની ચોરી સાથે સંબંધિત હોય. કેટલીકવાર કોઈ મહિલા કરિયાણાની દુકાનમાંથી સામાન તેના પેન્ટમાં ભરીને ચોરી કરતી જોવા મળે છે, તો ક્યારેક કેટલાક લોકો બંદૂકની મદદથી જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવે છે. ભારતમાં આવા ચોર પકડાય તો તેની પિટાઈ નિશ્ચિત છે. પરંતુ અમેરિકા જેવા દેશોમાં આવા ચોરોનો સામનો કરવો થોડો મુશ્કેલ છે. પરંતુ અમેરિકાનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ભારતીય દુકાનદાર ચોરનો સામનો કરે છે. ચોર જ્યારે પોતાને મુક્ત કરવી ભાગવા લાગે છે ત્યારે અન્ય એક ભારતીય વ્યક્તિ તેને લાકડીથી મારવાનું શરૂ કરે છે.

આ વીડિયો ટ્વિટર પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે ચોર એક ભારતીય વ્યક્તિની દુકાનમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોર સ્ટોરનો સામાન ડસ્ટબીનમાં ભરીને બહાર નિકડવા જાય છે, ત્યારે ભારતીય લોકોએ આ ચોરને કેવી રીતે પાઠ ભણાવ્યો છે. તે આ વીડિયોમાં જોઈ શકાય છે.

ચોરે દુકાનદારને ઘણી વખત હથિયાર બતાવવાનો પ્રયાસ કર્યો અને તેને રસ્તામાંથી હટી જવા કહ્યું. આટલું જ નહીં સ્ટોરમાં હાજર એક ગ્રાહકે પણ કહ્યું કે તેને જવા દો.આ કંઈ ખાસ નથી. પરંતુ આ શીખ કર્મચારીએ લૂંટારાને પકડી લીધો હતો. આ પછી ચોરને જમીન પર સુવડાવીને અન્ય વ્યક્તિએ તે ચોરને સતત માર માર્યો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો શીખ વ્યક્તિની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, “જો કે હું હિંસાનું સમર્થન કરતો નથી, પરંતુ આ શ્રેષ્ઠ વિડિયો છે.” બીજાએ લખ્યું, ‘આવી ઘટના ત્યારે બને છે જ્યારે ગુનેગારોના મનમાંથી પોલીસનો ડર ગાયબ થઈ જાય છે. આવી સ્થિતિમાં જનતાએ જ નિર્ણય લેવાનો છે. તે જ સમયે ત્રીજા યુઝરે લખ્યું,  પંજાબી કે સાથ કભી ખિલવાડ મત કરના’ તો ચોથાએ લખ્યું કે, ‘બધા હીરો ટોપી પહેરતા નથી. કેટલાક લોકો પાઘડી પહેરે છે. જ્યારે અન્ય યુઝર કહે છે કે આ લોકો તેમની દુકાન બચાવવા માટે આવું કરી રહ્યા છે.

આ પણ વાંચો : હૈદરાબાદમાં મહિલા પોલીસકર્મીએ વિદ્યાર્થીનીને તેના વાળથી ખેંચી, વીડિયો વાયરલ

Back to top button