Viral Video: પિતા સાથે લગ્ન કરીને પાકિસ્તાની યુવતી બની ચોથી પત્ની? શું છે આ વિડિયોનું સત્ય
રાબિયા નામની પાકિસ્તાની છોકરીનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે પાકિસ્તાની છોકરીએ તેના જ પિતા સાથે લગ્ન કર્યા અને તેના પિતાની ચોથી પત્ની બની. વાયરલ વીડિયોમાં પરિણીત યુવતી તેના પરિવારમાંથી બીજી દીકરી હોવાની વાત કરી રહી હતી, જેને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ‘પિતા સાથે છોકરીએ લગ્ન કર્યા’નો દાવો કરીને ભ્રામક રીતે ફેલાવ્યો હતો.
શું છે પાકિસ્તાની છોકરીના લગ્નનું અસલી સત્ય
વાયરલ વીડિયો અંગે, Alt Newsના સહ-સ્થાપક અને ફેક્ટ ચેકર મુહમ્મદ ઝુબૈરે દાવો કર્યો છે કે પાકિસ્તાની યુવતીએ તેના પિતા સાથે લગ્ન કર્યા નથી, પરંતુ કેટલાક રાઈટ વિંગ વાળા સોશિયલ મિડિયા હેન્ડલ્સ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
તેણે કહ્યું છે કે જે વ્યક્તિ સાથે લગ્નની વાત થઈ હતી તેણે ત્રણ પત્નીઓને છૂટાછેડા આપી દીધા છે અને તેણે વિડિયોમાં નજરે પડી રહેલી યુવતી સાથે ચોથી વખત લગ્ન કર્યા છે. તેણે એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં આ વાત સ્પષ્ટ થઈ રહી છે. આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે લગ્નના છ વર્ષ બાદ તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું કે તેના પતિને પહેલા ત્રણ પત્નીઓ હતી.
A lot of RW handles like @kajal_jaihind are known to share Misinformation.
Do listen to the video again, She's not his daughter as you all claim.
Also, The guy (Amir Khan) in the video divorced his 3 wives and got married to Rabia. Not to his daughter as claimed by Right Wing. https://t.co/bqrVjh0BW2 pic.twitter.com/tDmIzeYgdt— Mohammed Zubair (@zoo_bear) July 8, 2023
શું છે જૂના વાયરલ વીડિયોમાં?
વાયરલ વીડિયોમાં એક મહિલા પાકિસ્તાની કપલ સાથે વાત કરતી જોઈ શકાય છે. તેણી કપલને કહે છે કે અરબીમાં રાબિયાનો અર્થ ‘ચાર’ થાય છે. તે રાબિયાના ચોથી પત્ની હોવાના સંયોગ પર સવાલ કરે છે.
આના પર પાકિસ્તાની યુવતીએ જવાબ આપતા કહ્યુ, “જી, મેં સાંભળ્યું હતું કે રાબિયા નામની છોકરી ચોથી દીકરી હોય છે.” મેં વિચાર્યું કે હું ચોથી દીકરી નથી, બીજા નંબર પર છું, તો મેં કહ્યું કે ચલો નામનો અર્થ આ છે તો, જો મારે ચોથા નંબર પર ફિટ થવું હોય તો હું ચોથા લગ્ન જ કરી લઉં અને ચોથી પત્ની બનીશ.”
આ પણ વાંચો: પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતા સાથે લગ્ન કર્યા, કારણ જાણીને તમને નવાઈ લાગશે