આ વાઇરલ વીડિયોને જોઈને ભલભલા મન્ય્યુરિયન ખાવાનું છોડી દેશે


- જથ્થાબંધ મન્ચ્યુરિયન બનાવવાનો વીડિયો વાઇરલ થયો.
- અસ્વચ્છ રીતે ખોરાક તૈયાર કરવામાં આવતા લોકો ગુસ્સે ભરાયા.
- અત્યાર સુધી વીડિયોને 5 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
દરેક ઈન્ડો-ચાઈનીઝ ફૂટ લવર્સને મન્ચ્યુરિયન મોસ્ટ ફેવરિટ હોય છે. તેમજ યુવાનોમાં પણ ચાઈનીઝ ફૂડનો ક્રેઝ વધ્યો છે. પરંતુ એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેને જોઈને ભલભલા મન્ચ્યુરિયન ખાવાનું ભૂલી જશે. જથ્થાબંધ મન્ચ્યુરિયન તૈયાર કરતી ફેક્ટરીનો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે.આ વીડિયો @the__bearded__foodie નામના ફૂડ બ્લોગરે Instagram પર અપલોડ કર્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મોટી જગ્યાએ 500 કિલોની માત્રામાં મન્ચ્યુરિયન બનાવવામાં આવી રહ્યા છે.જેમાં કેટલાક પુરુષો કોબીજને મોટા જથ્થામાં કાપી રહ્યા છે. એટલા મોટા જથ્થામાં કોબીજને કાપવામાં આવતાં તે જમીન પર પણ વિખરાયેલી હાલતમાં જોવા મળે છે. એ જ સમયે એક છોકરો કોબીજ પર પગ મૂકીને જથ્થો લઈ જઈ રહ્યો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ મન્ચ્યુરિયનના લોટને ખુલ્લા હાથે બાંધે છે. જેને જોતાં જ હાઇજિન ફૂડ ખાનારા લોકોને મોઢે ઉબકા જ આવી જશે. ત્યારબાદ તેને કાળા રંગના તેલમાં તળવામાં આવે છે.
View this post on Instagram
આ વીડિયો સામે આવતાં ઘણાં લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝર્સનું કહેવું છે કે, ‘હાઇજીન લેફ્ટ ધ ચેટ’. જ્યારે અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરી કે, હું જેટલા આવા વીડિયોઝ જોઈશ એટલી મને ફાસ્ટ ફૂડથી દૂર રહેવાની પ્રેરણા મળશે. નવાઈની વાત એ છે કે, આ વીડિયો ગુજરાતના સુરત શહેરનો છે. વીડિયોને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વ્યૂઝ અને બે લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.