Viral Video: દરિયા કિનારે બેઠા હતા મા-દીકરી, અચાનક આવ્યું મોજું ને પછી….
નવી દિલ્હી, તા.19 નવેમ્બર, 2024: સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંના ઘણા વીડિયો પર વિશ્વાસ પણ કરી શકાતો નથી. હાલ વાયરલ થયેલા વીડિયોમાં દરિયા કિનારે બેસીને મા-દીકરી આનંદ માણતા હતા ત્યારે આવેલા મોજામાં બને તણાયા હતા. 90 સેકન્ડ સુધી મા-દીકરીને સાક્ષાત મોતનો અનુભવ થયો હતો. જોકે આખરે બંને સુરક્ષિત રીતે બહાર આવવામાં સફળ રહ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા તેની પુત્રી સાથે દરિયા કિનારે બેઠી હતી. અચાનક તીવ્ર મોજું આવ્યું અને બંનેનું સંતુલન બગડતાં પાણી સાથે તણાઈ જાય છે. શરૂઆતમાં તેમને આ મજાક લાગે છે અને હસતાં જોવા મળે છે. પરંતુ મોજું એટલું શક્તિશાળી હોય છે કે કિનારે આવવા છતાં બહાર નીકળી શકતા નથી. બંને તેમની પૂરી તાકાત લગાવીને મોજાથી બચવાની કોશિશ કરે છે તેમ છતાં મોજું તેમને વારંવાર અંદર ફેંકી દે છે. વીડિયોમાં અનેક વખત એવું લાગે છે કે કદાચ તેઓ બહાર આવવામાં સફળ નહીં થાય.
જૂઓ આ વાયરલ વીડિયો
View this post on Instagram
આટલા લોકો જોઈ ચુક્યા છે આ વીડિયો
90 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, આટલા મોજા વચ્ચે દરિયા કિનારે બેસવું ખતરનાક છે, જ્યારે અન્ય યૂઝર્સે લખ્યુંસ હવે તેમને દરિયાની શક્તિનો અંદાજ આવ્યો હશે. કોઈએ કહ્યું કે, પ્રકૃતિ સાથે હંમેશા સાવધાની રાખવી જોઈએ તેવો આ ઘટના પદાર્થ પરથી બોધપાઠ લેવો જોઈએ.
આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતે ચીનને પછાડ્યું, આ મામલે બન્યું નંબર 1