ટ્રેન્ડિંગમનોરંજન

શું વાયરલ થઈ રહેલ તસવીરો ખરેખર આલિયાની દીકરીની છે ? : જાણો શું છે સત્ય !

આલિયા ભટ્ટ રવિવારે માતા બન્યાં બાદ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેની અને તેની પુત્રીની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો દ્ધારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરો અને વીડિયો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રીના છે. જ્યારે આ તમામ ફોટા અને વિડિયો નકલી છે.

આ પણ વાંચો : પુત્રીને જોઈને આંસુ ન રોકી શક્યો રણબીર કપૂર !

આલિયાની પુત્રીની નકલી તસવીરો વાયરલ થઈ

સોશિયલ મીડિયા પર દરેક જણ કપૂર પરિવારના ઘરે આવેલી લક્ષ્મીની એક ઝલક માટે આતુર છે. જો કે, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ જગતમાં આવી સેંકડો નકલી તસવીરો વાયરલ થઈ જતી હોય છે, અને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આલિયા અને તેની પુત્રીની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. કેટલાક નિર્દોષ યુઝર્સે નકલી ફોટા અને વીડિયો વાયરલ કર્યા છે અને એવો પણ દાવો કર્યો છે કે આલિયા અને રણબીરની દીકરીની આ પહેલી ઝલક છે. જ્યારે સત્ય એ છે કે અત્યાર સુધી કપૂર પરિવાર કે ભટ્ટ પરિવાર કે તેમની સાથે જોડાયેલા કોઈ સભ્ય દ્વારા આલિયા ભટ્ટની દીકરીની કોઈ તસવીર જાહેર કરવામાં આવી નથી.

Alia Bhatt - Hum Dekhenge News
Alia Bhatt’s Daughter

તસવીરોને ફોટોશોપ દ્વારા મોર્ફ કરવામાં આવી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોને ફોટોશોપ દ્વારા મોર્ફ કરવામાં આવી છે. આમાંથી એકમાં બાળકી આલિયા ભટ્ટની બાજુમાં બેડ પર આરામ કરતી બતાવવામાં આવી છે, જ્યારે બીજીમાં બાળકી આલિયાના ખોળામાં જોવા મળે છે. આ સિવાય એક વીડિયોમાં હોસ્પિટલમાં આલિયા સાથે એક બાળકી દેખાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સાચી અને પહેલી તસવીર છે. જ્યારે આ તમામ બોગસ દાવાઓ છે.

Alia Bhatt - Hum Dekhenge News
Alia Bhatt’s Instagram Post

આલિયાએ દીકરીના જન્મ પછી કરી હતી આ પોસ્ટ

અત્રે નોંધનીય છે કે પુત્રીના જન્મ બાદ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક જ પોસ્ટ શેર કરી છે. જ્યારે રણબીર કપૂર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. આલિયાએ ચાહકો સાથે ખુશખબર શેર કરતી વખતે સિંહોના પરિવારનો સ્કેચ શેર કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ લખ્યું, ‘અને અમારા જીવનના સૌથી સારા સમાચારમાં – અમારે  એક બાળકી થઈ છે અને તે એક જાદુઈ ઢીંગલી જેવી છે.’

રિલાયન્સ હોસ્પિટલમાં 6 નવેમ્બરે દીકરીનો જન્મ

આલિયા ભટ્ટને 6 નવેમ્બર, રવિવારે સવારે લગભગ 7.30 વાગ્યે મુંબઈના ગિરગામમાં એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. ત્યાં બપોરે 12 વાગ્યે આલિયાએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન રણબીર કપૂરની સાથે આલિયાની સાસુ નીતુ કપૂર અને માતા સોની રાઝદાન પણ હોસ્પિટલમાં હાજર હતા.

Alia Bhatt - Hum Dekhenge News
Neetu Kapoor on Alia’s Daughter

નીતુ કપૂરે કહ્યું- માતા અને બાળક બંને સ્વસ્થ છે

રવિવારે સાંજે નીતુ કપૂરે છોકરી અને આલિયા બંનેના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું. પીઢ અભિનેત્રીએ કહ્યું કે તે દાદી બનીને બહુ ખુશ છે. આલિયા એકદમ ઠીક છે અને બધું બરાબર છે. રણબીર અને આલિયા આ વર્ષે 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા અને જૂન મહિનામાં આલિયાએ તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

Back to top button