ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે. જેમાં આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોનાના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે. તેથી તંત્ર એલર્ટ ઉપર છે. જેવો મેસેજ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં હાલમાં આવા કોઇ સમાચાર નથી.
આ પણ વાંચો: ગુજરાતના લાખો લોકોને થશે ફાયદો, BU વગરના બાંઘકામ કાયદેસર કરાશે
ઓમિક્રોન વેરિયન્ટના BF.7 and BF 12 સ્વરૂપથી સંક્રમિત દર્દી
આ પ્રકારના કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના BF.7 and BF 12 સ્વરૂપથી સંક્રમિત દર્દી જુલાઇ-ઓક્ટોમ્બર-નવેમ્બર 2022માં નોંધાયા હતા. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં જ સારવાર આપવામાં આવી હતી. જેઓ સંપૂર્ણપણે સાજા અને સ્વસ્થ થઈ ગયા છે. જેમાં BF.7 અને BF.12ના કેસો અંગે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે. તેમાં જણાવ્યું છે કે રાજ્યમાં હાલ આવા કોઈ કેસ નથી.
આ પણ વાંચો: અમદાવાદ – મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટ ગતિએ દોડ્યું, જાણો તેની સમગ્ર માહિતી
વિશ્વમાં ફરી એક વખત કોરોના કેસની સંખ્યામાં વધારો
હાલ સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટ BF.7 અને BF.12ના કેસો નોંધાયા હોવાના અહેવાલો વહેતા થયા હતા પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગે આ અહેવાલોનું ખંડન કર્યું છે. અને જણાવ્યું હતું કે આ પ્રાકારના નવા BF.7 અને BF.12 વેરીએન્ટના એક પણ કેસ નોંધાયો નથી.