ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શન ફેલાયું, આ હોસ્પિટલમાં 15 દિવસમાં 2,500થી વધુ દર્દી આવ્યા

Text To Speech

અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શન ફેલાયું છે. જેમાં સોલા હોસ્પિટલમાં 15 દિવસમાં 2,500થી વધુ દર્દી આવ્યા છે. ગત સપ્તાહની સરખામણીએ કેસમાં મામૂલી ઘટાડો થયો છે. તથા સિવિલમાં રોજના 3800 કેસ પૈકી 20% વાયરલના છે. તેમજ નવા ફલૂના કેસને લઈને પણ ચિંતા ઊભી થઈ રહી છે.

આ પણ વાંચો: ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરની ઊંચાઈ વધશે, વિકાસ માટે મુખ્યમંત્રીએ મંજૂરી આપી

વાઇરલ ઈન્ફેક્શનના 1,391 રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે વાઇરલ ઈન્ફેક્શનના 1,391 રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા, છેલ્લાં ત્રણ વર્ષમાં સપ્તાહની ઓપીડીમાં આટલી મોટી સંખ્યામાં પહેલી વાર આટલા કેસ નોંધાયા હતા, જોકે આ સપ્તાહે વાયરલના કેસ ઘટીને 1,160 આસપાસ કેસ થયા છે, તેમ સોલા સિવિલના સૂત્રો કહે છે. બીજી તરફ અસારવા સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, અત્યારે રોજની ઓપીડી 3700થી 3800 કેસ આસપાસ હોય છે, જે પૈકી અંદાજે 20 ટકા જેટલા કેસ વાયરલ ઈન્ફેક્શનના હોઈ શકે છે. નવા ફલૂના કેસને લઈને પણ ચિંતા ઊભી થઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં કોરોના ફરી વકર્યો, જિલ્લામાં ત્રણ એક્ટિવ કેસ સામે આવ્યા 

કેસ વધતાં ઓપીડીમાં દર્દીઓની લાંબી કતાર

સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, આ સપ્તાહે વાયરલ ઈન્ફેક્શનના 1160 કેસ નોંધાયા છે, આમ સોલામાં છેલ્લા 15 દિવસમાં વાયરલ ઈન્ફેક્શનના 2,551 કેસ નોંધાયા છે. બાળકોની ઓપીડીમાં જે કેસ નોંધાય છે તે પૈકી 25થી 28 ટકા બાળકોને દાખલ કરીને સારવાર આપવી પડે છે. શરદી, ખાંસી, તાવ સહિતના વાઇરલ ઈન્ફેક્શનના કેસ વધતાં ઓપીડીમાં દર્દીઓની લાંબી કતાર લાગે છે, જે તે દર્દીના સેમ્પલ આધારે માનો કે ટાઈફોઈડ, મેલેરિયા, ડેન્ગ્યુ ન હોય તેવા કિસ્સામાં વાયરલ માનીને સારવાર કરવામાં આવે છે.

Back to top button