બેવડી ઋતુના કારણે અમદાવાદમાં વધ્યા વાઇરલ ઇન્ફેક્શનના કેસ, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
વાતાવરણમાં પલટો આવતા હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આ બેવડી ઋતુને કારણે રોગચાળો પણ વકર્યો છે. હાલ રાજ્યમાં રોગચાળાએ ભરડો લીધો છે. અનેક જગ્યાએ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે અમદાવાદની હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
બેવડી ઋતુને કારણે વાઈરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા
બેવડી ઋતુને કારણે અમદાવાદમાં વાઈરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, વાતાવરણમાં છેલ્લાં બે સપ્તાહથી અસામાન્ય ફેરફાર જોવા મળી રહ્યા છે જેમાં ઠંડી અને ગરમીમાં વધ-ઘટ જોવા મળી રહી છે. જેના કારણે અનેક લોકો વાઇરલ ઇન્ફેક્શનની ઝપટમાં આવી રહ્યા છે. આ બદલાતા વાતાવરણને કારણે તાવ, શરદી અને ખાસ કરીને ગળું પકડાઈ જવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. દવાખાનાં દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે.
કેસોની વધતી સંખ્યાને જોઈ OPDનો સમય વહેલો કરાયો
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ શરદી, ખાંસી અને તાવના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. જેના કારણે આ હોસ્પિટમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પહેલીવાર અઠવાડિયામાં જ વાઈરલ ઈન્ફેક્શનના કેસોના 1391 દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 3 દિવસમાં સોલા સિવિલની ઓપીડીમાં કેસોની સંખ્યા 1300થી વધીને 1900 સુધી પહોંચી ગઈ છે. ત્યારે વધતા કેસને પહોંચી વળવા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી કેસ બારીનો સમય વધારવામાં આવ્યો છે. અહી કેસ નોંધાવવાની બારીનો સમય વધારીને 9ને બદલે સવારે 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : INDVsAUS: ભારતમાં છ વર્ષ બાદ ટેસ્ટ જીત્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઇન્ડિયાને 9 વિકેટથી હરાવ્યું