ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં બેવડી ઋતુ-પ્રદૂષણથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા, દર્દીઓનો આંકડો જાણી ચોંકી જશો

Text To Speech
  • છેલ્લા સપ્તાહે વાયરલ ઈન્ફેક્શનના 1,433 દર્દીઓને સારવાર આપવી પડી
  • સોલામાં અત્યારે રોજના અંદાજે 1,500 જેટલા દર્દીઓને સારવાર આપી
  • ગત મહિનામાં ડેન્ગ્યુના કુલ 133 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદમાં બેવડી ઋતુ-પ્રદૂષણથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે. જેમાં દર્દીઓનો આંકડો જાણી ચોંકી જશો. તેમાં બેવડી ઋતુ-પ્રદૂષણથી ખાંસી સહિત વાયરલ ઈન્ફેક્શનના 2,706 દર્દી સામે આવ્યા છે. જેમાં સોલા સિવિલમાં એક માસમાં ડેન્ગ્યુના 133 કેસ આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખાબકશે માવઠું

છેલ્લા સપ્તાહે વાયરલ ઈન્ફેક્શનના 1,433 દર્દીઓને સારવાર આપવી પડી

છેલ્લા સપ્તાહે વાયરલ ઈન્ફેક્શનના 1,433 દર્દીઓ સાથે છેલ્લા સપ્તાહે ડેન્ગ્યુના કેસમાં થોડોક ઘટાડો થયો છે. મોડી રાતથી વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અને બપોરે ગરમી એમ ડબલ સિઝન તથા વધતા જતાં પ્રદૂષણના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સપ્તાહે વાયરલ ઈન્ફેક્શનના 1,433 દર્દીઓને સારવાર આપવી પડી છે, ગત સપ્તાહે 1,273 કેસ નોંધાયા હતા, આમ 15 દિવસના અરસામાં તાવ, ખાંસી સહિતના વાયરલના 2,706 દર્દીઓને સારવાર આપવી પડી છે. સોલામાં અત્યારે રોજના અંદાજે 1,500 જેટલા દર્દીઓને સારવાર આપવી પડે છે.

આ સપ્તાહે મેલેરિયાના 332 શંકાસ્પદ કેસ આવ્યા છે

આ અગાઉ 21 કેસ હતા. ગત મહિનામાં ડેન્ગ્યુના કુલ 133 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સપ્તાહે મેલેરિયાના 332 શંકાસ્પદ કેસ આવ્યા છે, જે પૈકી બે કેસ પોઝિટિવ નીકળ્યા છે. સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં સાડા ચાર માસની ક્રિષા નામની બાળકીને ઓક્સિજનની જરૂર ન હોવા છતાં 500 એમજી પાવરની 100 એમએલ બોટલ સાત મિનિટમાં પૂરી કરી દેવાઈ હતી, આ બેદરકારી પછી બીજા દિવસે પણ બાળકીની તબિયત નાજુક છે. બાળકીના પરિજનોએ કહ્યું કે, બાળકી હજુ રિસ્પોન્સ કરતી નથી, આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ફરિયાદ આપવામાં આવી છે. આ બાળકીની બાયપેપ પર સારવાર ચાલી રહી છે, પગની મૂવમેન્ટ બંધ છે, મગજની નસ દબાઈ ગઈ હોવાનું તબીબોએ પરિવારને જણાવ્યું છે. બાળકીની દ્રષ્ટિને પણ નુકસાન થયું છે.

Back to top button