અમદાવાદમાં છેલ્લા દસ દિવસમાં વાયરલ તેમજ ગળાના ઈન્ફેક્શનના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓથી ઉભરાઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલી કુલ ૩૦ હજારથી વધુ ઓપીડીમાંથી 25 ટકા જેટલા દર્દી વાયરલ ઈન્ફેક્શનની હોય છે.
આ પણ વાંચો: પાટીદાર આંદોલન મામલે હાર્દિક પટેલે પલ્ટી મારી, વિધાનસભામાં કહી મોટી વાત
તાવ-શરદીના કેસમાં ચિંતાજનક વધારો થયો
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી મોડી રાત્રે-વહેલી સવારે ઠંડીનો ચમકારો અને દિવસ દરમિયાન આકરી ગરમીથી ડબલ સીઝન અનુભવાઇ રહી છે. જેના પગલે વાયરલ ઈન્ફેક્શન, ગળું પકડાવવું, તાવ-શરદીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. સામાન્ય રીતે વાયરલ ઈન્ફેક્શનના કિસ્સામાં તાવ બેથી ત્રણ દિવસમાં ઉતરી જતો હોય છે. પરંતુ હાલ આ ચેપ દસ દિવસથી વધુ પરેશાન કરતો હોવાનું પ્રમાણ વધ્યું છે. ડોક્ટરોના મતે શરદીની શરૂઆતમાં ગળામાં સોજો આવે ત્યારે તેનું પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો વાયરસથી ચેપ વધીને ગળાથી આખા શરીરમાં ફેલાઇ શકે છે. દર વખતે શિયાળાની વિદાય અને ઉનાળાના પ્રારંભ અગાઉ વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા જ હોય છે. પરંતુ આ વખતે તે પ્રમાણ ઘણું વધારે છે.
આ પણ વાંચો: નવસારીના ડેપ્યુટી GST કમિશનરની મુશ્કેલીઓ વધશે, હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ
બાળકોમાં પણ વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતાં વાલીઓની ચિંતા વધી
અસારવા તેમજ સોલા સિવિલમાં છેલ્લા 7 દિવસમાં જ વાયરલ ઈન્ફેક્શન, ગળું પકડાવવાની ફરિયાદ સાથેના અંદાજે પાંચ હજાર જેટલા દર્દી નોંધાઇ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલ-ક્લિનિકમાં આવતા સરેરાશ 100માંથી 40 જેટલા દર્દી વાયરલ ઈન્ફેક્શનના હોય છે. પરીક્ષાની મોસમનો પ્રારંભ થયો છે ત્યારે બાળકોમાં પણ વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતાં વાલીઓની ચિંતા વધી છે.