અમૂલના એમડી પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ નવા એમડી તરીકે જયેન મહેતાની નિમણૂક કરવામાં આવી છે. સોઢી ઉપર હવે માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે હવે અમૂલના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી તેમજ દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ પણ આક્રમક પ્રહાર કર્યા હતા. આજે મહેસાણા કોર્ટમાં મુદ્દતમાં હાજરી આપવા માટે આવેલા વિપુલ ચૌધરીએ સોઢીને અંગ્રેજ ગણાવ્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગર: પત્ની-દિકરીના 21 ટૂકડા કરતા પાપ છાપરે ચઢીને સામે આવ્યુ
દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને વિપુલ ચૌધરી વચ્ચે સમાધાન થયું હતું અને હવે તેના કારણે ચૌધરીના સૂર બદલાયા હતા. દુધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરીને ગત મહિને જામીન મળ્યા હતા. ત્યારે જેલમાંથી છૂટકરા બાદ વિપુલ ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીએ અમૂલના પર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. અમૂલના પૂર્વ MD આરએસ સોઢી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, અંગ્રેજો જેવી એમની નીતિ હતી.
આ પણ વાંચો: પાટણ: રક્ષકના દીકરા જ બન્યા જનતાના ભક્ષક
સીએમ સાથે જોવા મળ્યા એક સ્ટેજ પર
ગાંધીનગરના માણસા તાલુકાના સોલૈયા ગામમાં રવિવારે ચૌધરી સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, 800 કરોડના રૂપિયાના કૌભાંડના આરોપી એવા વિપુલ ચૌધરી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. વિપુલ ચૌધરી શંકરસિંહ વાઘેલાની સરકારમાં ગૃહરાજ્ય મંત્રી હતા.