ગુજરાત

ડાકોર મંદિરમાં VIP દર્શન વિવાદ વકર્યો, 3 કલાકની બંધબારણે થયેલ બેઠક નિષ્ફળ

  • મેનેજર દ્વારા 15 દિવસ સુધી આ દર્શન ચાલુ રહેશે તેવું સ્પષ્ટ જણાવાયું
  • ટ્રસ્ટે શુક્રવારથી દર્શનનો ચાર્જ બંધ કરવાની બાંહેધરી આપી
  • હાલ 15 દિવસ સુધી આ 250 અને 500 રૂપીયાનો નિર્ણય ચાલુ રહેશે

ગુજરાતના ડાકોર મંદિરમાં VIP દર્શન વિવાદ વકર્યો છે. જેમાં 3 કલાકની બંધબારણે થયેલ બેઠક નિષ્ફળ થઇ છે. તેમજ ટ્રસ્ટે વધુ 15 દિવસનો સમય માગ્યો છે. ઠાસરા તાલુકાના સરપંચ એસોસિયેશન અને ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર, ટ્રસ્ટી સાથે 3 કલાક બંધબારણે બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટે શુક્રવારથી દર્શનનો ચાર્જ બંધ કરવાની બાંહેધરી આપી હતી.

આ પણ વાંચો: PM-JAY યોજના અંતર્ગત જિલ્લામાં એક વર્ષમાં ક્લેઈમ મંજુરીનો આંકડો જાણી રહેશો દંગ 

મેનેજર દ્વારા 15 દિવસ સુધી આ દર્શન ચાલુ રહેશે તેવું સ્પષ્ટ જણાવાયું

હિન્દુ સંગઠનો અને જનસેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓ વચ્ચે ગુરુવારે એક બેઠક યોજાઈ હતી. યાત્રાધામ ડાકોરમાં ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર અને ટ્રસ્ટી તેમજ ઠાસરા તાલુકા સરપંચ એસોસિએશન ઉપરાંત હિન્દુ સંગઠનો અને જનસેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓ વચ્ચે ગુરુવારે એક બેઠક યોજાઈ હતી જેમાં ટેમ્પલ કમિટીએ વીઆઈપી દર્શનનો નિર્ણય રદ કરવા બાબતે વધુ 15 દિવસનો સમય માગ્યો હતો. ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર અને ટ્રસ્ટી સાથે ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર દ્વારા 15 દિવસ સુધી આ દર્શન ચાલુ રહેશે તેવું સ્પષ્ટ જણાવાયું છે. તેમના કહેવા પ્રમાણે આવનાર 15 દિવસના સમયગાળામાં ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન તેમજ સેવક આગેવાનો વચ્ચે મીટીંગ યોજી આ વીઆઈપી દર્શન બાબતે યોગ્ય નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટી બાર્ડની મીટીગમાં લેવાશે ત્યાં સુધી આ દર્શનનો ચાર્જ વસુલવાનો નિર્ણય ચાલુ જ રહેશે તેવું કહી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગના PIL મામલે હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો નિર્ણય 

હાલ 15 દિવસ સુધી આ 250 અને 500 રૂપીયાનો નિર્ણય ચાલુ રહેશે

હિન્દુ સંગઠનો અને જનસેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે હાલ 15 દિવસ સુધી આ 250 અને 500 રૂપીયાનો નિર્ણય ચાલુ રહેશે અને પંદર દિવસ બાદ ડાકોર ટેમ્પલ કમીટીની બાર્ડ મિટિંગ યોજી આ વી.આઇપી દર્શનનો નિર્ણય પાછો લેવામાં આવશે. હાલ ડાકોર ટેમ્પલ કમિટીએ આપેલી બાંહેધરીના આધારે વધુ 15 દિવસ સુધી રાહ જોઈશું. વધુમાં તેઓ જણાવે છે કે જે અમોએ પ્રાન્ત અધિકારીને જે આવેદન પત્ર આપ્યું હતું તેમાં જે સાત મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે તે સાત મુદ્દા પર જયાં સુધી ડાકોર ટેમ્પલ કમિટી સ્વીકારીને તે પ્રમાણે નિર્ણય નહિ કરે ત્યાં સુધી આદોલન ચાલુ રહેશે.

Back to top button