ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

વડોદરામાં ભયનો માહોલ યથાવત્ઃ વિશ્વામિત્રીના કિનારે એક મહિલાને ખેંચી ગયો મગર

Text To Speech
  • 4-5 મગર ફરતા હોવાથી ફાયરને મૃતદેહ બહાર કાઢવામાં પરસેવો છૂટ્યો

વડોદરા, 14 ઓકટોબર, વિશ્વામિત્રી નદી મગરોના રહેવાસ માટે જાણીતી છે. ચોમાસાના સમયમાં નદીમાં ભારે માત્રામાં પાણી આવકથી મગર શહેરમાં આવી જવાના કિસ્સા પ્રકાશમાં આવતા રહેતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે વડોદરાના કાલાઘોડા બ્રિજ પાસેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં એક મહિલાના મૃતદેહને એક મહાકાય મગરે પોતાના મોઢામાં જકડી રાખ્યો હતો. ફાયર બ્રિગેડે મગરોને ભગાડી મૃતદેહ કબજે કર્યો હતો.

ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બીજા ત્રણથી ચાર મગરો પણ આજુબાજુમાં ફરતા નજરે પડ્યા

વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોય છે અને વહેલી સવારે ઠંડક હોય ત્યારે સનબાથ માટે મગરો કિનારે પણ નજરે પડતા હોય છે. જેથી મગરોને જોવા લોકો ઉમટતા હોય છે. વડોદરામાં આજે વહેલી સવારે વિશ્વામિત્રી બ્રીજ નજીક મગરના મોઢામાં મહિલાનો મૃતદેહ દેખાયો હતો. જે અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. મગરને ભગાડીને મહિલાનો મૃતદેહ બહાર કઢાયો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીમાં રહેલા મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં ફાયરની રેસ્ક્યૂ ટીમને પણ પરસેવો વળી ગયો હતો. કારણ કે, મહિલાના મૃતદેહની આસપાસ ચારથી પાંચ મગરો આટા મારી રહ્યા હતા. આ બનાવ અંગે 14 ઓક્ટોબરની સવારે 8:00 વાગ્યે કંટ્રોલ એન્ડ કમાન ખાતે કોલ મળ્યો હતો.  ફાયર વિભાગે અડધો કલાકની ભારે જહેમત બાદ મગરના મોમાંથી મહિલાને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ પણ વાંચો….80 કરોડની સંપતિ અને 400 પુસ્તકોના લેખકની આજે આવી હાલત કોણે કરી? જાણો

Back to top button