થરાદ અમદાવાદ વચ્ચેના ભારતમાલા એક્સપ્રેસ હાઇવેનો ગાંધીનગરના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ
- જીવ આપીશુ પરંતુ જમીન નહીં સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર
- ખેડૂતોએ આ પ્રોજેક્ટને તાત્કાલીક અસરથી રદ્દ કરવાની જાહેરાત કરવાની માંગ કરી
- ખેડૂતોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીની ચીમકી આપી
ગુજરાતમાં ભાજપ સામે વધુ એક વિરોધ, ભારતમાલા પ્રોજેક્ટ રદ્દ કરવા ખેડૂતોની માંગ છે. જેમાં ખેડૂતોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીની ચીમકી આપી છે. તેમજ ખેડૂતોએ કોબા ખાતે કમલમ પહોંચી સુત્રોચ્ચાર કર્યા છે. તેમજ જમીનમાં પાકી નોંધ પડી જતા લોન પણ નથી મળી શકતી તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદમાં જાતિય પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો
ખેડૂતોએ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા
રાજ્ય સરકાર માટે મહત્વના એવા ભારતમાલા પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે વધુ એક વખત ખેડૂતોએ કમલમ ખાતે ધામા નાખ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતો અચાનક ધસી આવતા પોલીસ પણ દોડી આવી હતી. ખેડૂતોએ પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે સાતબારમાં પડેલી પાકી નોંધ પણ રદ્દ કરવાની માંગ કરી હતી. તેઓએ આ મામલે નજીકના સમયમાં કોઇ પ્રશ્નનો નિવેડો નહી આવે તો ઉગ્ર આંદોલનની સાથેસાથે અસરગ્રસ્ત ગામડાઓમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: અમદાવાદ: સરકારી-ખાનગી હોસ્પિટલોમાં વાઇરલ ઈન્ફેક્શન સાથે સ્વાઇન ફ્લૂના દર્દીઓ વધ્યા
જીવ આપીશુ પરંતુ જમીન નહીં સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર
નોંધનીય છેકે, થરાદ અમદાવાદ વચ્ચેના ભારતમાલા એક્સપ્રેસ હાઇવેનો ગાંધીનગરના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ રદ્દ કરવાની ખેડૂતોની પ્રથમથી જ માંગ છે. આ પુર્વે પણ ખેડૂતો દ્વારા અનેક આંદોલનો અને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. પરંતુ પ્રશ્નનો કોઇ નિવેડો આવ્યો નહતો. દરમિયાન વધુ એક વખત ખેડૂતો કમલમ ખાતે ધસી ગયા હતા. તેઓએ જીવ આપીશુ પરંતુ જમીન નહીં સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક બ્રાન્ડેડના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું
ખેડૂતોએ આ પ્રોજેક્ટને તાત્કાલીક અસરથી રદ્દ કરવાની જાહેરાત કરવાની માંગ કરી
તેમજ ખેડૂતોએ જણાવ્યુ હતુકે, પોતાની જમીનમાં પાકી નોંધ પડી જતા ખેડૂતોને બેંકોમાંથી લોન મળવાની બંધ થઇ ગઇ છે. કેટલાક ખેડૂતોએ લોન રિન્યુ થવાની આશા સાથે બહારથી ઉછીતા પાછીતા કરીને લોનની રકમ બેંકમાં ભરપાઇ કરી હતી. જોકે, હવે તેમના માટે લોનના તમામ રસ્તા બંધ થઇ ગયા છે. જેથી ખેડૂતો મુંઝાયા છે. ખેડૂતોએ આ પ્રોજેક્ટને તાત્કાલીક અસરથી રદ્દ કરવાની જાહેરાત કરવાની માંગ કરી છે.