ગુજરાત
પાટડીના ભડેણામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ; 15થી વધુ ઘાયલ


સુરેન્દ્રનગરઃ પાટડી તાલુકાના ભડેણા ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. આ ઉપરાંત બંને જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના પણ બની છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
બોલાચાલી થતા હિંસક અથડામણ થઈ
મળતી માહિતી પ્રમાણે, આ હિંસક અથડામણમાં 6 મહિલા સહિત અંદાજે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કોઈ કારણોસર સામાન્ય બોલાચાલી થઈ હતી. જેણે આગળ જતા હિંસક અથડામણનું રૂપ લીધું હતું તેવું ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.