ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુર હિંસા: મૈતેઈ સમાજ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ; પોલીસે કર્યું ફાયરિંગ

Text To Speech

ઈમ્ફાલ: ઘણા મહિનાઓથી વંશીય હિંસામાંથી પસાર થઈ રહેલા મણિપુરમાં ગુરુવારે સ્થિતિ ફરી વણસી ગઈ છે. રાજ્યના વિષ્ણુપુરમાં વિરોધ કરી રહેલા મૈતેઈ સમુદાયના લોકો અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ છે. વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે કેટલાક દેખાવકારોની અટકાયત પણ કરી છે.

ઉલ્લેખનિય છે કે, પાછલા ત્રણ મહિનાથી મણિપુરમાં મૈતેઇ અને કૂકી સમાજના લોકો વચ્ચે હિંસા ચાલી રહી છે. અત્યાર સુધી 200 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં કૂકી સમાજના લોકોને જાન-માલનું ભારે નુકશાન થયું છે. બે તૃતીયાંશ  મોત કૂકી સમાજના લોકોના થયાનો રિપોર્ટ સામે આવ્યો છે. જોકે, તે વખતે મોતનો આંકડો 200ને પાર થયો નહતો.

આ પણ વાંચો-મણિપુરના વિનાશ પછી જમ્મુ-કાશ્મીરનો વારો; એસટી દરજ્જાનો ‘જીન’ કઢાયો બહાર

મણિપુરમાં ચાલી રહેલી હિંસાને લઈને અત્યાર સુધી પીએમ મોદી એકપણ વખત નિવેદન આપ્યું નથી. જોકે, પીએમ મોદી દ્વારા મહિલાઓને નગ્ન પરેડ ઘટના વિશે નિવેદન આપવાની ફરજ પડી હતી. તો હાલમાં વિપક્ષ દ્વારા સંસદમાં મણિપુર હિંસા પર સંસદમાં નિવેદનને લઈને બંને ગૃહોમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે, સત્તાધારી પક્ષ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.

પીએમ મોદી સિવાયના તમામ લોકો મણિપુર બાબતે ચર્ચા કરવાની વાત કરી રહ્યાં છે પરંતુ પીએમ મોદી મણિપુર મુદ્દે નિવેદન આપે તે બાબતે તૈયાર નથી. ઉલ્લેખનિય છે કે, આ બધા હોબાળા વચ્ચે પણ મણિપુરમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે તો દિલ્હીમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ નિવેદન-નિવેદનની રમત રમી રહ્યાં છે.

આ પણ વાંચો-ભારતના આ પાડોશી દેશમાં હવે માત્ર 2 જ કલાક વાપરી શકાશે મોબાઈલ ફોન, જાણો કેમ

Back to top button