ટોપ ન્યૂઝનેશનલવીડિયો સ્ટોરી

જોધપુર બાદ નાગૌરમાં પણ હિંસા: જુઓ નમાજ પછી ઉગ્ર પથ્થરમારાનો આ વિડીયો

Text To Speech

રાજસ્થાનમાં સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જોધપુરમાં બે કોમ વચ્ચે હિંસા શમે, તે પહેલા જ નાગૌરમાં પણ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. હિંસાની આ ઘટના નાગૌર શહેરના કિદવાઈ વિસ્તારમાં બની હતી. આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જો કે આ હિંસા એક જ એક જ ધર્મ અને એક જ સમાજનાં લોકો વચ્ચે ફાટી નીકળી હતી.

જુઓ નાગૌર હિંસા અને પથ્થર મારાનો આ વિડીયો

સામે આવતી વિગતો અનુસાર નાગૌરમાં ઈદની નમાજ બાદ એક સમુદાયના લોકો એકબીજા સાથે અથડાયા હતા. હાલમાં નાગૌરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. જો કે, તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તે છે. સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. એવું કહેવાય છે કે એક ચોક્કસ સમુદાયના બે જૂથો એકબીજા સાથે અથડાયા હતા. તે પછી, તેઓએ એકબીજા પર પથ્થરમારો કર્યો, જેના કારણે નજીકમાં પાર્ક કરેલા અડધા ડઝનથી વધુ ટુ-વ્હીલર્સને પણ નુકસાન થયું. આ સમગ્ર ઘટના ઈદની નમાજ દરમિયાન બની હતી. માહિતી મળતાં જ કોતવાલી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

Back to top button