ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

BREAKING: જૂનાગઢમાં દરગાહના મુદ્દે સેંકડો લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ જૂનાગઢમાં ગઈકાલે રાત્રે સેંકડો લોકોના ટોળાએ ગેરકાયદે દરગાહને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ગેરકાયદે બાંધકામ સામે વહીવટીતંત્રની સૂચના બાદ ટોળાએ ઉગ્ર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. હુમલામાં ડેપ્યુટી એસપી, મહિલા પીએસઆઈ અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.

પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યાઃ રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો સળગાવી દીધા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવો પડ્યો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવ છે. મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

શું છે મામલો?: જૂનાગઢના ઉપરકોટ એક્સટેન્શનમાં આવેલી દરગાહ અંગે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામની નોટિસ આપવામાં આવી હતી. વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિમાં આ ગુસ્સો બેકાબૂ બન્યો હતો અને જૂનાગઢમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે દરગાહને હટાવવાની નોટિસ આપવામાં આવી હતી તે મજેવડી દરવાજાની સામે જ આવેલી છે.

આ પણ વાંચોઃ Breaking news: તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ થયુ જાહેર

Back to top button