ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ફરી હિંસા ભડકી, સેનાને ફરી કરાઈ તૈનાત

Text To Speech

મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ફરી હિંસા ભડક્યાના સમાચાર સામે આવ્યા છે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇમ્ફાલમાં અનેક સ્થળોએ આગચંપીનાં અહેવાલો બાદ ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સેનાને પણ બોલાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇમ્ફાલના ન્યૂ ચેકોન વિસ્તાર સ્થિત સ્થાનિક બજારમાં એક જગ્યાને લઈને મેઇતી અને કુકી સમુદાયો વચ્ચે મારપીટ શરુ થઈ હતી, આ ઘટનાથી નજીવા સમયમાં જ બંને સમુદાયો વચ્ચે મામલો ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો. આ પછી ઘણી જગ્યાએ આગચંપીની ઘટનાઓ સામે આવી છે. જો કે હાલ આ હિંસામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા.

મણિપુરમાં, લગભગ ત્રણ અઠવાડિયા પહેલા, મેઇતી અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ અફવાઓ અને ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. જો કે તેના કારણે રાજ્યના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ ન તો ‘ઓનલાઈન’ માધ્યમથી પૈસા મોકલી શકે છે અને ન તો અન્ય જરૂરી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

જ્યારથી મણિપુરમાં હિંસા શરૂ થઈ છે ત્યારથી માંડીને અત્યાર સુધીમાં મેઈતી અને કુકી સમુદાયો વચ્ચેની અથડામણમાં 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હિંસા વચ્ચે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રકોની અવરજવર વિશેષ સુરક્ષા વચ્ચે ચાલી રહી છે. જેથી કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત ન સર્જાય.

આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટે BBCને ગુજરાત રમખાણો પર વિવાદિત ડોક્યુમેન્ટ્રી અંગે સમન પાઠવ્યું

Back to top button