ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, 36 લોકોના મૃત્યુ; જાણો શું છે સમગ્ર મામલો

Text To Speech
  • ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં જમીનના ટુકડાને લઈને બે આદિવાસી ગ્રુપ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી છે સશસ્ત્ર અથડામણ

ઈસ્લામાબાદ, 29 જુલાઇ: પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં જમીનના ટુકડાને લઈને બે આદિવાસી ગ્રુપ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી સશસ્ત્ર અથડામણમાં ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા અને 162 ઘાયલ થયા છે તેમ અધિકારીઓએ રવિવારે જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અપર કુર્રમ જિલ્લાના બોશેરા ગામમાં પાંચ દિવસ પહેલા ભીષણ અથડામણ શરૂ થઈ હતી. આ ગામમાં અગાઉ આદિવાસીઓ અને ધાર્મિક ગ્રુપ વચ્ચે ઘાતક અથડામણો તેમજ સાંપ્રદાયિક અથડામણો અને આતંકવાદી હુમલાઓ જોવા મળ્યા છે.

પોલીસ શું કહ્યું આ સમગ્ર મામલા વિશે?

પોલીસે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓએ આદિવાસી વડીલો, લશ્કરી નેતૃત્વ, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની મદદથી થોડા સમય પહેલા બોશેરા, મલિકેલ અને ડંડાર વિસ્તારમાં શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે સમજૂતી કરી હતી. જો કે જિલ્લાના અન્ય કેટલાક ભાગોમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. તે જ સમયે, એક અધિકારીએ કહ્યું હતું કે, બાકીના વિસ્તારોમાં પણ શાંતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. જેના કારણે જિલ્લામાં બજારો અને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક સ્થળોએ વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

હિંસાનો આતંકીઓ પણ ફાયદો ઉઠાવી રહ્યા છે

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનમાં આ હિંસાનો ફાયદો આતંકવાદીઓ પણ ઉઠાવી રહ્યા છે. ઘણી જગ્યાએ આતંકી હુમલાના અહેવાલો પણ છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ પણ આ વિસ્તારમાં સક્રિય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની પ્રશાસન માટે મોટો પડકાર ઉભો થયો છે. મળતી માહિતી મુજબ હવે ધીરે ધીરે આદિવાસી લડવૈયાઓ આ વિસ્તાર ખાલી કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ સંઘર્ષમાં રોકેટ લોન્ચરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ જૂઓ: મુન્દ્રામાંથી રૂ.110 કરોડનું ગેરકાયદે ડ્રગસ ઝડપાયું

Back to top button