મણિપુરમાં હિંસા યથાવત: મહિલાઓના નેતૃત્વમાં ટોળાએ ખાલી મકાનો અને શાળાને ચાંપી આગ
નવી દિલ્હી: મણિપુરના ચુરાચાંદરપુર જિલ્લાના તોરબુંગ માર્કેટ વિસ્તારમાં સશસ્ત્ર ઉપદ્રવીઓએ ઓછામાં ઓછા 10 ખાલી ઘરો અને એક શાળાને સળગાવી દીધી છે. ધ હિન્દૂના રિપોર્ટ અનુસાર, પોલીસે સોમવારે કહ્યું છે કે, વિષ્ણુપુર જિલ્લાના બોર્ડર પાસે આવેલા ચુરાચાંદપુર જિલ્લાના તોરબુંગ માર્કેટમાં સશસ્ત્ર હિંસક ટોળાએ ઓછામાં ઓછા 10 ખાલી ઘરો અને એક શાળાને આગ ચાંપી દીધી છે.
પોલીસે કહ્યું છે કે શનિવારે (22 જૂલાઇ) સાંજે થયેલા હુમલા દરમિયાન કથિત રીતે માનવ ઢાલના રૂપમાં કામ કરનારી સેકન્ડો મહિલાઓના નેતૃત્વમાં ટોળાએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને દેશી બોમ્બ પણ ફેક્યા હતા.
ખાલી ઘરો ઉપરાંત જે શાળાને સળગાવી દેવામાં આવી છે, તેનું નામ ચિલ્ડ્રેન ટ્રેજર હાઇસ્કૂલ છે.
નામ ના છાપવાના શરતે એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, જ્યારે અમે હુમલાખોરોને આવતા દેખ્યા તો જવાબી કાર્યવાહી કરવાથી અચકાયા કેમ કે ટોળાનું નેતૃત્વ સેકન્ડો મહિલાઓ કરી રહી હતી. જોકે, જ્યારે અમે તેમને બીએસએફનો એક વાહન પડાવી લેવા અને અમારા ઘરોને સળગાવવાની કોશિશ કરતા દેખ્યા તો અમને જવાબી કાર્યવાહીની જરૂરિયાત દેખાઇ હતી.
પાછળથી ટોળાએ બીએસએફના એક કેસ્પર વાહનને પડાવી પાડવાની કોશિશ કરી પરંતુ દળ અને ક્ષેત્રમાં તૈનાત સ્થાનિક સ્વયંસેવકોની જવાબી કાર્યવાહીથી કોશિશ નિષ્ફળ થઈ ગઈ હતી.
એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર, ચુરાચાંદપુર જિલ્લામાં પાછલા 48 કલાકથી સંદિગ્ધ ઉગ્રવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ ફાયરિંગ થઈ રહ્યું છે, જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી.
સૂત્રોએ જણાવ્યું કે, શનિવારે મોડી રાત્રે શરૂ થયેલા ફાયરિંગ આજે એટલે 24 જૂલાઇના સવાર સુધી ચાલી હતી. ચુરાચાંદપુરમાં જાતિય અથડામણ વચ્ચે બે આદિવાસી કુકી મહિલાઓને ભીડ દ્વારા નગ્ન કરીને ફેરવવાની અને દૂર્વ્યવહાર કરવાનો એક વીડિયો સામે આવ્યા પછી મોટા પ્રમાણમાં વિરોધ રેલીઓ થઈ રહી છે.
આ પણ વાંચો- મણિપુર હિંસા: લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે અમિત શાહે કહ્યું- મને સમજાતું નથી કે વિપક્ષ….
ઉલ્લેખનિય છે કે, પાછલા 3 મેથી કુકી અને મૈતેઇ સમુદાયો વચ્ચે ભડકેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધારે લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. લગભગ 50000 લોકો વિસ્થાપિત થયા છે.
મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મૈતેઇ સમુદાયની માંગના વિરોધમાં પાછલા 3 મેના દિવસે પહાડી વિસ્તારમાં આદિવાસી એકતા માર્ચનું આયોજન પછી અથડામણ શરૂ થઈ જે હિંસામાં ફેરવાઇ ગઇ અને તે હિંસા હજું પણ યથાવત છે.
મણિપુરની 53 ટકા આબાદી મૈતેઇ સમુદાયની છે અને તે મુખ્યરૂપથી ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. આદિવાસીઓ- નગા અને કુકીની આબાદી 40 ટકા છે અને તે પહાડી જિલ્લાઓમાં રહે છે.
લગભગ 3 મહિનાથી ચાલી રહેલી હિંસા દરમિયાન મહિલાઓ સાથે ક્રૂર અને ભયાનક રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તે પછી અનેક મહિલાઓની હત્યાઓ કરી દેવામાં આવી.
મણિપુરમાં કૂકી સમુદાયની બે મહિલાઓને મૈતેઇ સમુદાયના લોકોના એક સમૂહ દ્વારા નગ્ન કરીને ફેરવવાનો એક વીડિયો વાયરલ થયા પછી દેશભરમાં આક્રોશનો માહોલ છે. આ ઘટના ચાર મેની છે, જેનો વીડિયો 19 જૂલાઇએ વાયરલ થયો. આ મહિલાઓમાંથી એક સાથે સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો અને તેનો વિરોધ કરવા પર તેના ભાઈ અને પિતાની ટોળા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
પાછલા 4 મેના દિવસે જ ઈમ્ફાલમાં કાર ધોવાનું કામ કરનારી કાંગપોકપમીની બે મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. પાછલા 6 મેના દિવસે એક મહિલાને જીવતી સળગાવીને મારી નાંખવામાં આવી હતી.
તેવી જ રીતે 15 મેના દિવસે મણિપુરના ઈમ્ફાલના પૂર્વમાં અપહરણ, મારપીટ અને ગેંગ રેપની શિકાર એક 18 વર્ષિય યુવતિએ 21 જૂલાઇએ પોલીસનો સંપર્ક કર્યો, જે પછી જીરો એફઆઈઆર નોંધાવી હતી. અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે એફઆઈઆર નોંધાઇ ચૂકી છે.
આ પણ વાંચો- કોરોના પછી યુવાનોના અચાનક મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા નથી: આરોગ્ય મંત્રાલય