મણિપુરમાં હિંસા યથાવત; રાજ્ય સરકારના મંત્રી સુસિન્દ્રોનું ઘર અને બીજેપી ઓફિસ ફૂંકી મરાઇ
ઈમ્ફાલ: મણિપુરમાં આગચંપીના તાજી હિંસા હેઠળ ઉપદ્રવીઓએ શનિવારે રાજ્ય સરકારના મંત્રી એલ સુસીન્દ્રો મૈતેઇના ઘર પર ગોડાઉન અને ત્યાં ઉભેલી ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી.
હુમલો કરવા આવેલા ટોળાએ મંત્રીના ઘરમાં ઘુસી અને ઈમારતને આગ લગાવવાની પણ કોશિશ કરી પરંતુ સુરક્ષા દળોએ જવાનો સમયસર પહોંચી જતાં ટોળાને વેરવિખેર કરી દીધો હતો.
મણિપુર પ્રદેશ બીજેપીના વરિષ્ઠ નેતાના નામ પ્રકાશિત ન કરવાની શરત પર જણાવ્યું કે મંત્રી સુસીન્દ્રોંના ઘર પર આજે સવારે ટોળાએ હુમલો કર્યો જેમાં બે ગાડીઓને પણ આગ લગાવી દેવામાં આવી છે.
જોકે, સુરક્ષા દળોના જવાનોના સમયસર પહોંચવાના કારણે આગ પર કંટ્રોલ કરવાની સાથે-સાથે સ્થિતિને પણ નિયંત્રિત કરી લેવામાં આવી હતી.
આવી જ રીતે આગચંપીની વધુ એક ઘટના પૂર્વ ઈમ્ફાલના સાજીવા જેલ પાસે ઇશિરાઉ વિસ્તારમાં સામે આવી છે. જ્યાં ઉપદ્રવીઓએ બીજેપી કાર્યલયને પણ ફૂંકી માર્યું છે.
મણિપુરમાં હિંસાની આ તાજા ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં બપોરે 3 વાગે મણિપુરની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક કરવાના છે.
એક સપ્તાહ પહેલા ભીડે આવી જ રીતે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજનના ઘરે પણ આગ લગાવી દીધી હતી. મણિપુરમાં કુકી જનજાતિ અને મૈતેઇ સમુદાય વચ્ચે શરૂ થયેલી હિંસાને 45 દિવસોથી પણ વધારેનો સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ પ્રદેશમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી. જ્યારે રાજ્યમાં સેના સહિત લગભગ 40 હજાર સુરક્ષા દળોને ઉતારવામાં આવ્યાછે.
રાજ્યમાં સતત થઈ રહેલી હિંસામાં અત્યાર સુધી 110થી વધારે લોકોના જીવ જઈ ચૂક્યા છે, જ્યારે બંને સમુદાયના ચાર હજારથી વધારે લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા છે. હાલમાં 50 હજારથી વધારે વિસ્થાપિત થયેલા લોકો રાહત શિબિરમાં રહી રહ્યાં છે.
આ પણ વાંચો- લોકસભા ચૂંટણી 2024: ED-CBIથી ડરવાની જરૂર નથી- 2024માં BJPની હાર સુનિશ્ચિત: સત્યપાલ મલિકના તીખા બોલ