મણિપુરમાં હિંસા યથાવત; ટોળાએ પેટ્રોલ બોમ્બ બનાવીને કેન્દ્રિય મંત્રીનું ઘર ફૂંકી માર્યું
ઈમ્ફાલ: મણિપુરમાં હિંસક ઘટનાઓ સતત યથાવત છે. ગુરૂવારે ટોળાએ વિદેશ રાજ્ય મંત્રી આરજે રંજન સિંહના આવાસ પર હુમલો કર્યો હતો. મણિપુર સરકારે જણાવ્યું કે ટોળાએ ગુરૂવારે મોડી રાત્રે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના ઈમ્ફાલ કોંગબા સ્થિત આવાસમાં આગ લગાવી દીધી હતી. તે પછી કેન્દ્રીય મંત્રીએ લોકોને શાંતિની અપીલ કરી.
હિંસામાં સંડોવાયેલા લોકો અમાનવીય- રાજકુમાર રંજન સિંહ
વિદેશ રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, મારા ગૃહ રાજ્યમાં જઈ થઈ રહ્યું છે, તેને જોતા ખુબ જ દુ:ખ થાય છે. હું હજું પણ શાંતિની અપલી કરું છું. આવી રીતની હિંસામાં લિપ્ત લોકો એકદમ અમાનવીય છે. તેમને કહ્યું, હું હાલમાં સરકારના કામને લઈને કેરલમાં છું. સદનસીબે કાલે રાત્રે મારા ઈમ્ફાલ સ્થિત ઘરમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. બદમાશો પેટ્રોલ બોમ્બ લઈને આવ્યા હતા અને ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.
મહિલા મંત્રીના ઘર ઉપર પણ ટોળાએ લગાવી આગ
ટોળાએ ન્યૂ ચેકઓનમાં પણ બે ઘર ફૂંકી માર્યા છે, જે પછી સુરક્ષાદળોએ આંસૂ ગેસના ગોળા છોડ્યા હતા. આનાથી પહેલા 14 જૂન ઈમ્ફાલમાં અજ્ઞાત લોકોએ મંત્રી નેમચા કિપજેનના આવાસને પણ આગ લગાવી દીધી હતી.
બુધવારે સાંજે ઉપદ્રવીઓએ ઈમ્ફાલ વેસ્ટના લામ્ફેલ વિસ્તારમાં રાજ્યની મહિલા મંત્રી નેમચા કિગમેનના ઘરમાં આગ લગાવી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઉપદ્રવિઓએ મંત્રીના સરકારી બંગલામાં આગ લગાવવામાં આવી ત્યારે મંત્રી ઘરે નહતા.
#WATCH मणिपुर: भीड़ ने गुरुवार देर रात को विदेश राज्य मंत्री आर.के. रंजन सिंह के इंफाल के कोंगबा में स्थित उनके आवास पर हमला किया। pic.twitter.com/8LPmRzwaUr
— ANI_HindiNews (@AHindinews) June 16, 2023
મણિપુરના 11 જિલ્લાઓમાં કર્ફ્યૂ
આનાથી પહેલા 13 જૂને કાંગપોકપી જિલ્લામાં ફાયરિંગમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ખમેનલોક ગામમાં ઉપદ્રવીઓએ અનેક ઘરોને આગના હવાલે કરી દીધા હતા. આ વચ્ચે જિલ્લા અધિકારીઓએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લા અને ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યૂના છૂટના કેટલાક કલાકોમાં ઘટાડો કરી દીધો હતો. પહેલા આ છૂટ સવારે પાંચ વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હતી પરંતુ હવે આને 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરી દેવામાં આવી છે. મણિપુરના 16માંથી 11 જિલ્લાઓમાં કર્ફ્યૂ લાગું છે જ્યારે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે સેના અને અર્ધસૈનિક દળોના જવાનોને તૈનાત કર્યા છે. ઉલ્લેખનિય છે કે મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મેઇતી સમુદાયની માંગના વિરોધમાં 3 મે 2023માં આદિવાસી એકતા માર્ચના આયોજન પછી હિંસક ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે અને 310થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી; 5 વિદેશી આતંકી ઠાર