મણિપુરમાં ફરી ભડકી હિંસા! ઉગ્રવાદીઓએ લોકોના ઘર બાળી નાખ્યા
- જીરીબામમાં 200થી વધુ લોકો રાહત શિબિરમાં પહોંચ્યા
- એક વૃદ્ધની હત્યા બાદ ફરી હિંસા ફાટી નીકળી
ઈમ્ફાલ, 8 જૂન: મણિપુરના જીરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જેના કારણે ત્યાં ફાટી નીકળેલી હિંસા બાદ મૈતેઈ સમુદાયના 200થી વધુ લોકોને તેમના ગામોમાંથી બહાર કાઢીને નવા બનેલા રાહત શિબિરમાં લઈ જવામાં આવ્યા છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ જીરીબામ જિલ્લાના અંતરિયાળ ગામો લમતાઈ ખુનૌ, ડિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરામાં રાહત શિબિરોમાં રહેતા લોકોના ઘરોને સળગાવી દીધા હતા તેમ અધિકારીઓએ આજે શનિવારે માહિતી આપી છે.
BREAKING | 8th June | Manipur under attack from Kuki Terrorists
📍Lamtai khunou , JiribamKukis have started attacking Jiribam with Bombs and are burning down Houses of Hindu Meitei
Where is the very competent CM of Manipur right now?While the rest of India rejoice PM… pic.twitter.com/gcVcRng8e5
— Homer_Alt (@Gooner_Homer) June 8, 2024
શહેરથી 30 કિમી દૂર રહેતા વિસ્થાપિત લોકો
અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવા વિસ્થાપિત થયેલા મોટાભાગના લોકો જીરીબામ શહેરથી 30 કિલોમીટરથી વધુ દૂરના ગામોમાં રહેતા હતા. આ વિસ્તારમાં વધુ સુરક્ષાકર્મીઓ મોકલવામાં આવ્યા છે.
મણિપુર પોલીસે ઇમ્ફાલ ખીણમાં સ્થિત રાજ્ય પોલીસના કમાન્ડો કર્મચારીઓને તાત્કાલિક અસરથી આજે શનિવારે ફરજ માટે જીરીબામ જવાનો આદેશ આપ્યો છે.
વૃદ્ધ ખેતરમાંથી ગુમ થઇ ગયા હતા
પોલીસે જણાવ્યું હતું કે, જાતીય સંઘર્ષગ્રસ્ત એવા મણીપુરના જીરીબામ જિલ્લામાં ગુરુવારે સાંજે તણાવ ફેલાઈ ગયો હતો. ત્યારે એક સમુદાયના 59 વર્ષીય વ્યક્તિની કથિત રીતે અન્ય સમુદાયના ઉગ્રવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
સોઈબામ સરતકુમાર સિંહ નામના વૃદ્ધ વ્યક્તિ સવારે પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “બાદમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાના નિશાન મળી આવ્યા હતા. ઘટના પછી, ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ એક ખાલી પડેલા માળખાને આગ લગાવીને જવાબ આપ્યો હતો.”
લોકોએ પોતાના હથિયારો પરત મેળવવા માટે પ્રદર્શન શરૂ કર્યું
સ્થાનિક લોકોએ જીરીબામ પોલીસ સ્ટેશનની સામે વિરોધ પણ કર્યો હતો અને માગણી કરી હતી કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની પાસેથી લીધેલા લાયસન્સવાળા હથિયારો ચૂંટણી પૂર્ણ થયા પછી તેમને હવે પરત કરવામાં આવે.
મણિપુરમાં ગયા વર્ષના મે મહિનાથી ચાલી રહેલા વંશીય સંઘર્ષથી જીરીબામ જિલ્લો કે જ્યાં મૈતેઈ, મુસ્લિમ, નાગા, કુકી અને બિન-મણિપુરી જેવી વૈવિધ્યસભર વંશીય રચના ધરાવતા લોકો રહે છે, તે અત્યાર સુધી અપ્રભાવિત રહ્યો હતો. ઇમ્ફાલ ખીણના મૈતેઈ લોકો અને પહાડી વિસ્તારના કુકી લોકો વચ્ચેના વંશીય સંઘર્ષને કારણે 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે.
આ પણ જુઓ: રાજકોટ અગ્નિકાંડમાં પુત્ર મૃત્યુ પામતા પિતાને આઘાત લાગ્યો, સારવાર દરમિયાન દમ તોડ્યો