નેશનલ

મણિપુરમાં ફરી ભડકી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 9 લોકોના મોત,અનેક ઘાયલ

Text To Speech

મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. રાજ્યના ખામેનલોક વિસ્તારમાં ફાયરિંગ દરમિયાન એક મહિલા સહિત 9 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેલાવ સામે આવ્યા છે.

મણિપુરમાં ફરી  હિંસા ભડકી

પ્રાપ્ત માહિતી મુજબ મણિપુરના ખામેનલોક વિસ્તારમાં મોડી રાત્રે થયેલી ફાયરિંગની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે મણિપુરમાં કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 115 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ણિપુર હિંસા-humdekhengenews

બદમાશોએ રાત્રે કુકી ગામમાં હુમલો કર્યો

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોટી સંખ્યામાં સશસ્ત્ર બદમાશોએ રાત્રે કુકી ગામમાં હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બદમાશો સાથે ગોળીબાર થયો હતો. પોલીસે જણાવ્યું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો.

 

હિંસામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા

આ હિંસા ફાટી નીકળ્યા બાદ છેલ્લા 24 કલાકમાં એક મહિલા સહિત નવ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.મણિપુરમાં હિંસામાં માર્યા ગયેલા લોકોમાંથી કેટલાકના શરીર પર કાપના નિશાન છે આ હિંસામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

મણિપુરમાં એક મહિનાથી વધુ સમયથી શાંતિ માટે પ્રયાસ

નોંધનીય છે કે હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મહિનાથી વધુ સમયથી શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનામતને લઈને મીતેઈ અને કુકી સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે એક દિવસ પહેલા જ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. ખામેનલોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત તણાવ હતો.

 આ  પણ વાંચો : લગ્નમાંથી પરત ફરતા 100 લોકોને કાળ ભરખી ગયો, જાણો ક્યાં બની આ દુર્ઘટના

Back to top button