રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા ફોડવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને, દિલ્હીના લોકોએ દિવાળીની રાત્રે ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડ્યા. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. તેમજ અરવિંદ કેજરીવાલે પણ એક દિવસ પહેલા જ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ના આવતો હોવાનો દાવો કર્યો હતો. તેમજ લોકોને ફટાકડા ફોડવાથી રોકવા માટે નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં, લોકોએ સાંજ પડતાં જ શહેરના ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધુ હતુ.
સોમવારે દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે દિલ્હીમાં કડક કાયદા સાથે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પર્યાવરણ અને સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે લેવામાં આવ્યો છે. તેમ છત્તા પણ સોમવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડીને નિયમનો ભંગ કર્યો હતો .
પ્રતિબંધો બાદ પણ દિલ્હીમાં ફૂટ્યા ફટાકડા
ક્વોલિટી સિસ્ટમ એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચએ અગાઉ આગાહી કરી હતી કે જો ગત વર્ષની જેમ ફટાકડા ફોડવામાં આવશે તો દિવાળીની રાત્રે હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી શકે છે અને બીજા દિવસ સુધી લાલ થઈ શકે છે. જોકે, પ્રતિબંધ હોવા છતાં સાંજે 6 વાગ્યાથી જ લોકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આતશબાજી શરૂ કરી દીધી હતી. દક્ષિણ દિલ્હીના પૂર્વ કૈલાશ, નેહરુ પ્લેસ, મૂળચંદ અને અન્ય વિસ્તારોમાં સાંજથી જ ફટાકડા ફોડવાના અવાજો સંભળાતા હતા.
અનેક વિસ્તારમાં ફૂટ્યા ફટાકડા
ફટાકડા ફોડવા અંગે વ્યાપક પ્રચાર છતાં બુરારીમાં પણ ઘણા લોકોએ ફટાકડા ફોડ્યા. બુરારીની કોલોનીમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું કે, તેઓ ભણેલા-ગણેલા લોકો હજુ પણ આ કરી રહ્યા છે. બાળકો આમાંથી શું શીખશે.પૂર્વ અને ઉત્તર પૂર્વ દિલ્હીમાં લક્ષ્મી નગર, મયુર વિહાર, શાહદરા, યમુના વિહાર સહિત ઘણા વિસ્તારોમાં સ્થિતિ સમાન રહી.
દક્ષિણ પશ્ચિમ દિલ્હીના મુનિરકામાં કથિત રીતે મોટા અવાજે ફટાકડા ફોડવામાં આવ્યા છે.તે જ સમયે, દિલ્હીમાં ફટાકડા ફોડવા પરના પ્રતિબંધને લાગુ કરવા માટે 408 ટીમો બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસે મદદનીશ પોલીસ કમિશનરની આગેવાની હેઠળ 210 ટીમોની રચના કરી છે. તે જ સમયે, મહેસૂલ વિભાગ દ્વારા 165 ટીમો બનાવવામાં આવી છે અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 33 ટીમોની રચના કરવામાં આવી છે. દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામ અને ફરિદાબાદના પડોશી શહેરોમાં પણ લોકો ફટાકડા ફોડે છે.
આ પણ વાંચો: દિલ્હી સુરક્ષિત છે ! એશિયાના 10 પ્રદૂષિત શહેરોમાં સમાવેશ નહીં, જાણો શું કહ્યું કેજરીવાલે