વિનેશ ફોગાટને સિલ્વર મેડલ વિજેતાની જેમ જ ઈનામ, સન્માન અને સુવિધાઓ મળશે: હરિયાણા CM
- ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી
ચંદીગઢ, 08 ઓગસ્ટ: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી છે કે, હરિયાણા સરકાર દ્વારા વિનેશ ફોગાટને સિલ્વર મેડલ વિજેતાની જેમ જ ઈનામ, સન્માન અને સુવિધાઓ આપવામાં આવશે. આ પહેલા વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. કુસ્તીને 2001- અલવિદા. 2024. આપ સૌનો હું હંમેશા ઋણી રહીશ, માફી”
हरियाणा की हमारी बहादुर बेटी विनेश फौगाट ने ज़बरदस्त प्रदर्शन करके ओलंपिक में फाइनल में प्रवेश किया था। किन्हीं भी कारणों से वो भले ही ओलंपिक का फाइनल नहीं खेल पाई हो लेकिन हम सबके लिए वो एक चैंपियन है।
हमारी सरकार ने ये फैसला किया है कि विनेश फौगाट का स्वागत और अभिनंदन एक…
— Nayab Saini (@NayabSainiBJP) August 8, 2024
વિનેશ ફોગાટે સિલ્વર મેડલની માંગણી કરી
મહત્ત્વપૂર્ણ છે કે, મહિલાઓની 50 કિગ્રા ઈવેન્ટમાં ફાઈનલ પહેલા વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજનના કારણે ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ તેમણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. અગાઉ તેમણે ફાઈનલ મેચ રમવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં લખેલા પત્રમાં તેમણે આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે.
હરિયાણા સરકાર ગોલ્ડ જીતવા બદલ છ કરોડ આપે છે
હરિયાણા સરકારે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને 6 કરોડ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને 4 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 2.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને 15 લાખ રૂપિયાની રકમ પણ આપશે. આ સાથે મેડલ અનુસાર ગ્રુપ A, ગ્રુપ B અથવા ગ્રુપ Cની સરકારી નોકરી પણ આપવામાં આવશે.
આ પણ જૂઓ: વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ કરી જાહેર, ટ્વીટ કરીને લખ્યું: હું હારી ગઈ…