ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષસ્પોર્ટસહેલ્થ

વિનેશ ફોગાટે એક જ રાતમાં ઘટાડ્યું 1થી 1.5 કિલો વજન, ઝડપથી વજન ઘટાડવું કેટલું યોગ્ય?

 નવી દિલ્હી- 7 ઓગસ્ટ :  ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ જીતવાની રેસમાંથી બહાર થઈ છે. તેને ડિસક્વોલિફાય કરવામાં આવી છે અને તેનું કારણ તેનું વધેલું વજન છે. ઓલિમ્પિકમાં કુશ્તીના નિયમો અનુસાર તેનું વજન 50 કિલો હોવું જોઈએ. આમાં, 100 ગ્રામ વધારે હોય તો વાંધો નથી પરંતુ વિનેશનું વજન 50 કિલો 150 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. વજન 50 ગ્રામ વધારે હોવાના કારણે તે ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. રમત રમતા પહેલા દરેક ખેલાડીનું વજન તપાસવામાં આવે છે. વિનેશ ફોગાટ સેમી ફાઈનલ રમ્યા બાદ 2 કિલો વધુ વજન ધરાવતી હોવાનું સામે આવ્યું હતું અહેવાલો અનુસાર, વિનેશે પોતાનું 2 કિલો વજન ઘટાડવા માટે એક રાત પહેલા પણ સખત મહેનત કરી હતી.

હવે સવાલ એ છે કે આટલી ઝડપથી વજન ઘટાડવું કેટલું યોગ્ય કે અયોગ્ય? આજકાલ, લોકો સામાન્ય જીવનમાં પણ ઝડપથી વજન ઘટાડવાની ડાયટને અનુસરવા લાગ્યા છે. આ પદ્ધતિ તમને સ્લિમ બનાવી શકે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેનાથી શરીરને શું નુકસાન થાય છે. આ વિશે નિષ્ણાતો પાસેથી જાણો…

વિનેશ ફોગાટે વજન ઘટાડ્યું
રિપોર્ટ્સ અનુસાર, વિનેશ ફોગાટે એક રાતમાં 1 થી 1.5 કિલો વજન ઘટાડ્યું. મળતી માહિતી મુજબ ડીહાઈડ્રેશનના કારણે તેની તબિયત બગડી હતી અને તેને ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ઝડપથી વજન ઘટવાને કારણે વિનેશને આ સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે શરીર પર એકસ્ટ્રા પ્રેશરને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે.

નિષ્ણાતો શું કહે છે
એક એક્સપર્ટે ઝડપી વજન ઘટાડવાના ગેરફાયદા સમજાવ્યા. નિષ્ણાતો કહે છે કે ઝડપથી વજન ઘટાડવાની લ્હાયમાં, કેટલાક લોકો એડીચોટીનું જોર લગાવી નાખે છે. તેમને લાગે છે કે તેમનું વજન માત્ર એક રાતમાં કેટલાય કિલોગ્રામ ઘટી જાય છે. આવી સ્થિતિમાં, તેઓ વધુને વધુ વખત કસરત કરવાનું શરૂ કરે છે. આ સિવાય તેનો ડાયટ પ્લાન પણ ઘણો હાર્ડ હોય છે. નિષ્ણાતો કહે છે કે ધ્યાનમાં રાખો કે વજન તરત ઓછું કરી શકાતું નથી અને જો તમે ઉતાવળ કરશો તો શરીરને ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે.

એકસપર્ટે એમ પણ કહ્યું કે સામાન્ય વ્યક્તિએ ઝડપી વજન ઘટાડવાનું ટાળવું જોઈએ. તેમના મતે, આનાથી પાચનતંત્રને નુકસાન થઈ શકે છે, શરીરમાં પ્રોટીન અને વિટામિનની ઉણપ, ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ ખોરવાય છે અને ડિહાઇડ્રેશન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

ડાયટિંગમાં ભૂલ
આ ડાયટથી પાચનતંત્રને નુકસાન થાય છે અને નબળાઇ આવી શકે છે. કસરતમાં ઉતાવળ કરવાથી સ્નાયુઓમાં તાણ આવી શકે છે.ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે. એટલું જ નહીં, અસરગ્રસ્ત વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો
જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ધીરજ રાખો, વજન ધીમે ધીમે ઘટશે, બેલેન્સ ડાયટ ફૉલો કરો જેમાં પૂરતું પોષણ હોય આહાર લો, નિયમિત કસરત કરો જે તમારા શરીર માટે યોગ્ય હોય.

આ પણ વાંચો : હાઈપરટેન્શનના દર્દીઓ ડાયટમાં સામેલ કરો આ ખાસ ફૂડ

Back to top button