ટોપ ન્યૂઝસ્પોર્ટસ

વિનેશ ફોગાટે ઈતિહાસ રચ્યો, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની

Text To Speech

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ 53 કિગ્રા બ્રોન્ઝ મેડલ બાઉટમાં સ્વીડનની એમા જોઆના માલમગ્રેનને હરાવીને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની. વિનેશે 2019ની સિઝનમાં નૂર-સુલતાન (કઝાકિસ્તાન)માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં હાર બાદ વિનેશે શાનદાર વાપસી કરી હતી. તેઓએ બ્રોન્ઝ મેડલ રાઉન્ડમાં માલમગ્રેનને 8-0થી હરાવ્યું.

વિનેશે મંગળવારે તેના પ્રથમ મુકાબલામાં 2022 એશિયન ચૅમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા મંગોલિયાની ખુલાન બટખુયાગ સામે હાર્યા બાદ રેપેચેજ રાઉન્ડ દ્વારા બ્રોન્ઝ પ્લે-ઑફમાં જગ્યા બનાવી હતી. બટકુયાગ ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશને રેપેચેજ રાઉન્ડમાં તક મળી હતી.

આ પણ વાંચો : BCCIના બોસ રહેશે સૌરવ ગાંગુલી-જય શાહ, SCએ આપી મોટી રાહત

Back to top button