ટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024વિશેષસ્પોર્ટસ

વિનેશ ફોગાટ વિશે જલદી જ આવશે નિર્ણય, આ આધાર પર સિલ્વર મેડલની ડિમાન્ડ કરી

પેરિસ- 13 ઓગસ્ટ :  પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થઈ ગઈ છે. લગભગ તમામ ખેલાડીઓ અને એથલિટ પોતપોતાના દેશમાં પરત ફર્યા છે. પરંતુ આ પછી પણ આજે સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ વિનેશ ફોગાટનું છે. વિનેશ ફોગાટને ફાઈનલમાંથી એ વખતે ડિસક્વોલિફાય કરવામાં આવી હતી જ્યારે તેણો ગોલ્ડ કે સિલ્વર મેડલ પાક્કો થઈ ગહતી. આ પછી તેણે અપીલ કરી હતી. જો કે આ અંગે નિર્ણય લેવાનો હજું બાકી છે. આજે સાંજ સુધીમાં ગમે ત્યારે નિર્ણય લેવામાં આવશે તેમ મનાય છે. વિનેશ ફોગાટ સિલ્વર મેડલ લઈને ભારત પરત ફરશે કે ખાલી હાથે આવશે ? આ ટૂંક સમયમાં જાણી શકાશે.

વિનેશને ફાઈનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી
વિનેશ ફોગાટને 7મી ઓગસ્ટના રોજ વહેલી સવારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જ્યારે તેની ઇવેન્ટની ફાઇનલ તે જ દિવસે સાંજે યોજાવાની હતી. વિનેશ 50 કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહી હતી. આના એક દિવસ પહેલા, જ્યારે વિનેશે બાકીની મેચો રમી ત્યારે તેનું વજન નિર્ધારિત મર્યાદામાં હતું, પરંતુ જ્યારે બીજા દિવસે સવારે તેનું વજન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તે 50 કિલોથી વધુ 100 ગ્રામ છે. આ તેમની ગેરલાયકાતનું કારણ હતું. વિનેશે આની સામે અવાજ ઉઠાવ્યો હતો અને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવા માટે રમતગમતની આર્બિટ્રેશન કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો હતો. વિનેશની અપીલ પર શું નિર્ણય આવે છે તેની રાહ માત્ર વિનેશ જ નહીં, સમગ્ર ભારત જોઈ રહ્યું છે. ઓલિમ્પિક ખતમ થયાને બે દિવસ થયા છે, હવે આજે સાંજ સુધીમાં નિર્ણય આવી શકે છે.

વિનેશે આ દલીલ કરી
પેનલે પક્ષકારોને પહેલેથી જ સાંભળ્યા હોવાનું કહેવાય છે, જેમને સુનાવણી પહેલાં તેમની વિગતવાર કાનૂની દલીલો દાખલ કરવાની અને પછી મૌખિક દલીલો કરવાની તક આપવામાં આવી હતી. જ્યાં સુધી વિનેશની વાત છે ત્યાં સુધી તેની સિલ્વર માટેની માંગ એ આધાર પર છે કે તેણે એક દિવસ પહેલા સેમિફાઇનલ સહિત તેની ત્રણેય મેચ રમી હતી, 50 કિગ્રાની નિર્ધારિત વજન મર્યાદામાં રહીને તેણે ત્રણેયમાં જીત મેળવી હતી. ફાઈનલના દિવસે જ વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું. તેથી તેને માત્ર ફાઈનલમાંથી જ ગેરલાયક ઠેરવવી જોઈએ સમગ્ર ઈવેન્ટમાંથી નહીં. હવે વિનેશની આ માંગણી પુરી થાય છે કે નહીં તે આજે મોડી રાત્રે નક્કી થશે.

આ પણ વાંચો : મુંબઈના આ બીચ દેશ-વિદેશમાં છે પ્રખ્યાત, પરિવાર સાથે માણો મજા

Back to top button