ટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024વિશેષસ્પોર્ટસ

સપ્તપદીના 7 નહિ પણ 8 ફેરા લીધા, કારણ જાણીને તમે પણ કરશો વિનેશ ફોગાટના વખાણ

Text To Speech

 નવી દિલ્હી- 9 ઓગસ્ટ :  ભારતીય રેસલિંગ સ્ટાર વિનેશ ફોગાટ અત્યારે ચર્ચામાં છે. પેરિસ ઓલિમ્પિક ફાઈનલ પહેલા, 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને ડિસ્કવોલિફાય કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ વિનેશ ફોગાટે રમતને અલવિદા કહી દીધું. વિનેશ ફોગાટ લાખો છોકરીઓ માટે પ્રેરણા છે. તેની મહેનતથી કોઈ અજાણ નથી. જોકે, એ વાત અલગ છે કે, ઓલિમ્પિક માટેની ક્વોલિફાઈંગ નેશનલ મેચમાં ફોગાટ 53 કિલો વર્ગમાં અંજુ મલ્લિક સામે માત્ર 53 સેકન્ડમાં 10 વિરુદ્ધ શૂન્ય (10-0)થી હારી ગઈ હતી. આ સાથે તેની લવ સ્ટોરીની પણ ખૂબ ચર્ચા થઈ હતી અને તેણે તેના લગ્નને યાદગાર બનાવવા માટે એક અનોખું પગલું ભર્યું હતું. ચાલો તેના વિશે જાણીએ…

 

View this post on Instagram

 

A post shared by Vinesh Phogat (@vineshphogat)

વિનેશના પતિ સોમવીર રાઠી પણ ભૂતપૂર્વ રેસલર છે. તેમણે સોમવીર રાઠી સાથે પોતાના ગામ બલાલીમાં લગ્ન કર્યા. બંને ભારતીય રેલ્વેમાં નોકરી કરતા હતા ત્યારે મળ્યા હતા. સ્પોર્ટ્સ ક્વોટાના આધારે ભારતીય રેલ્વેમાં નોકરી મેળવવી સરળ હતી. આ દરમિયાન વિનેશ અને સોમવીરની મિત્રતા આગળ વધી અને પછી બંને પ્રેમમાં પડ્યા. 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દિલ્હી એરપોર્ટ પર પરત ફરતી વખતે સોમવીરે વિનેશને એરપોર્ટ પર પ્રપોઝ કર્યું હતું. સોમવીરે વીંટી પહેરાવીને સગાઈ કરી લીધી. આ રીતની સગાઈ કોઈ ફિલ્મી સીનથી ઓછી ન હતી.

બંને રેસલર્સના લગ્ન 14 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા. તમને ખ્યાલ હશે કે હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્નમાં 7 ફેરા લેવામાં આવે છે, પરંતુ વિનેશ અને સોમવીરે 8 ફેરા લીધા. આ આઠમો ફેરો’બેટી બચાવો, બેટી પઢાવો, બેટી રમાડો’ના વચન પર સમાપ્ત થયો હતો, તેથી તેમના લગ્ન તદ્દન અલગ રહ્યા.

આ પણ વાંચો : નાગાર્જુને શોભિતા ધૂલિપાલા પર કરી હતી કૉમેન્ટ, દીકરા સાથે સગાઈ થતા વીડિયો થયો વાયરલ

 

Back to top button