કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કેશોદઃ ટોલ ટેક્ષ મુદ્દે બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ

અહેવાલ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

કેશોદઃ કેશોદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝા પર વીસ કિલોમીટર ત્રિજ્યામાં આવતાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વધારા સાથે લેવામાં આવી રહ્યો હોય જેના વિરોધમાં આજે શનિવારે કેશોદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેશોદના મુખ્ય એસોસિએશન દ્વારા લેખિતમાં ટેકો જાહેર કરી ગઈકાલે સાંજે આગેવાનો દ્વારા વેપારીઓને રૂબરૂમાં બંધમાં જોડાવા અપીલ કરી હતી. જોકે શાળા કોલેજો, ચા-પાણી, ખાણીપીણી, મેડિકલ સ્ટોર્સ અને શાકભાજીના વેપાર ધંધા રોજગાર ચાલુ રહ્યા છે.

કેશોદ ટોલપ્લાઝા

કેશોદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝા પર કેશોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકોને ગોંડલ જેતપુર ટોલ ફ્રી કરવામાં આવેલો છે, એ મુજબ લાભ આપવા સાતેક વર્ષથી માંગ કરવામાં આવેલી છે અને છેલ્લે ગત લોકસભાની ચૂંટણી પહેલાં વર્તમાન સાંસદ દ્વારા પણ રાહત અપાવવાની ખાત્રી આપવામાં આવી હતી જે પોકળ પુરવાર થતાં વિરોધ ભભૂક્યો છે.

કેશોદના ગાદોઈ ટોલનાકા મુદ્દે થતી રજૂઆતો અને તેના પ્રશ્નો મુદ્દે કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ કેશોદના પ્રાંત અધિકારી કિશન ગરચરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા.

 

કેશોદના સામાજિક કાર્યકર વેપારીઓ દ્વારા થતી રજૂઆતના મુદ્દે બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન જેમાં પાસની મુદત 30 દિવસની હોય છે છતાં તે માન્ય રાખવામાં આવતી નથી તે અંગે ઓથોરિટીએ હવે પાસ 30 દિવસ માન્ય રહેશે તે અંગે સંમતિ આપી હતી જ્યારે ટેક્સ અંગે નીતિ નિયમ મુજબ જાહેરનામું હોય તે ઘટાડવા ની રજૂઆત સંદર્ભે તે અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા સંબંધીતોને જણાવ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ વિવિધ સંગઠનના કાર્યકરો સામાજિક કાર્યકરો, વેપારી એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હવે કેશોદના વિવિધ વેપારી સંગઠનો અને વિવિધ સામાજિક સંસ્થાઓએ દ્વારા ગાદોઈ ટોલ પ્લાઝા પર વીસ કિલોમીટર ત્રિજ્યામાં આવતા વાહનચાલકો પાસેથી લેવામાં આવતાં ટોલ ટેક્સ મુદ્દે પરિણામ આવે નહીં ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે.

આવનારા દિવસોમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવવાનું જાણવા મળ્યું રહ્યું છે. ત્યારે કોઈ અનીચ્છનીય ઘટના ન બને તે માટે કેશોદ પોલીસ  દ્વારા  રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને મુખ્ય વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સ્થાનિકોને ટોલમાં મુક્તિ આપો,નહિ તો ડીસાના મુડેઠા ટોલ પ્લાઝાએ ધરણાંની ચીમકી

Back to top button