ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા નદીમાંથી રેતી ભરીને દોડતાં વાહનો સામે ગ્રામ્ય મામલતદારની તવાઈ

  • ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં
  • ગ્રામ્ય મામલતદારે બે રેતી ભરીને દોડતાં ડમ્પરો ઝડપી પાડ્યાં

બનાસકાંઠા 21 જુલાઈ 2024 : છેલ્લા કેટલાક સમયથી ડીસા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે અને દિવસે દરમિયાન રેતી ભરીને દોડતાં વાહનોને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ પ્રવર્તે છે. જેને લઇને તાજેતરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રેતી ભરીને દોડતાં વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં બનાસ નદીમાંથી રસ્તો બનાવી વાહનો હંકારવા માટે જણાવ્યું છે. છતાં રેતી ભરીને ડમ્પર અને ટ્રેલર ચાલકો પ્રતિબંધિત વિસ્તારમાં દોડી રહ્યા છે અને જાહેરનામાનો ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે.

ડીસા ગ્રામ્ય વિસ્તારમાં નવા આવેલા મામલતદાર દ્વારા રાત્રિ દરમિયાન રાણપુર રોડ પર અને ભડથ રોડ પર ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાણપુર રોડ પર રેતી ભરીને ટ્રેલર જતાં હોઈ મામલતદાર દ્વારા ચેકિગ કરી જવા દીધા હતા. જોકે 6 વાગ્યા બાદ બનાસ નદીમાંથી રેતી ભરી શકાતાં નથી. છતાં મામલતદાર દ્વારા રેતી ભરીને દોડતાં ટ્રેલર કેમ જવા દીધા હોવાને લઇને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

જ્યારે ડીસા – ભડથ રોડ પર મહાદેવિયા નજીક રેતી ભરીને દોડતાં બે ઓવર લોડ ડમ્પરો મામલતદારે ઝડપી પાડ્યાં હતાં. અને પુછપરછ કરતાં રેતી ભરીને આવતાં ડમ્પર ચાલકો પાસે 5 વાગ્યા સુધીની રોયલ્ટી પાવતી હતી. જેથી મામલતદાર દ્વારા બે ડમ્પર ઝડપી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે બે ડમ્પરો ને વજન કરાવી રૂરલ પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે નવનિયુક્ત ગ્રામ્ય મામલતદારે રાત્રે દરમિયાન કડક ચેકીંગ હાથ ધરાતાં બનાસ નદી માંથી રેતીની ચોરી કરીને દોડતાં વાહનચાલકો અને લીઝ ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે ગ્રામ્ય મામલતદાર સહિત શહેર મામલતદાર તાલુકા શહેર પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો કડક અમલવારી કરી પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ભરીને દોડતાં વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાગ ઉઠવા પામી રહી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યા હોઈ ગ્રામ્ય મામલતદારને રાત્રિ દરમિયાન ચેકિગ કરવાની ફરજ પડી રહી છે.

કેટલાક કર્મચારીઓનું લીઝ ધારકો સાથે સેટિંગ..?

જિલ્લા ખાણ ખનીજ વિભાગના કેટલાક કર્મચારીઓ લિઝ ધારકો સાથે સેટીગ હોવાની ચર્ચા છે. જેથી ખાણ ખનીજ વિભાગની પાલનપુરથી ચેકિગ માટે તે પહેલા લિઝ ધારકોને જાણ થ‌ઈ‌ જાય છે. આમ વાડજ ચીભડાં ગળી જાય છે. સરકારની તિજોરીને મોટું નુક્સાન પહોંચાડવામાં ખાણ ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓની શંકાસ્પદ ભુમિકા જોવા મળી રહી છે. જિલ્લા કલેકટર સહિત ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરાવે તે ખુબજ જરૂરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના 4 કેસ,જાણો તેના લક્ષણો અને નિદાન વિષે

Back to top button