ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

Text To Speech

ભુજસાત ડિસેમ્બર કચ્છના ભુજ તાલુકાના કેરા ગામ ખાતે ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કેરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ધારાસભ્યશ્રીની હાજરીમાં સ્વાગત કર્યું હતું. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને લેવા માટે ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું.

કેરા વિકસિત ભારત-HDNews
કેરા વિકસિત ભારત-ફોટો માહિતી ખાતું

        કેરા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પાત્રતા ધરાવતા લોકોને લાભ મળી રહે તે માટે વિવિધ યોજનાની જાણકારી અને લાભ સ્થળો ઉપર નાગરિકોને અપાયા હતા. સરકારશ્રીની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, એનએફએસએ યોજના, પોષણ સહિતની યોજનાના લાભો ગ્રામજનોને આપવામાં આવ્યા હતા.

        ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના ૬૩૫ ગામોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આવરી લેવા કુલ ૦૯ રથ વિવિધ તાલુકામાં ભ્રમણ કરી રહ્યા છે. રથમાં વડાપ્રધાનશ્રીનો સંદેશ પ્રદર્શિત કરીને વિવિધ યોજનાનો મહત્તમ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

કેરા વિકસિત ભારત-HDNews
કેરા વિકસિત ભારત-ફોટો માહિતી ખાતું

        કેરા ખાતેના વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પારૂલબેન કારા, મહાનુભાવો સર્વેશ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી ડાયાલાલ મહેશ્વરી, શ્રી મનજીભાઈ ખેતાણી, શ્રી મદનગીરી ગોસ્વામી, શ્રી હમીરભાઈ મહેશ્વરી, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ નખત્રાણાના જીયાપરના ગ્રામવાસીઓને સરકારી યોજનાઓથી વાકેફ કરાયા

Back to top button