વિક્રાંત મેસીને IFFI 2024માં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ એનાયત
- અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું કે, હું દિલથી વાર્તાકાર છું અને એવી સ્ક્રિપ્ટ પસંદ કરું છું, જે લોકોનો અવાજ બની શકે
29 નવેમ્બર, પણજીઃ અભિનેતા વિક્રાંત મેસીને ગોવામાં 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેસીએ ભારતીય સિનેમામાં અસાધારણ પ્રદાન કર્યું હતું, જેના માટે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આ સન્માન પ્રદાન કર્યુ હતું.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
વિક્રાંત મેસીએ પોતાની અભિનયની સફર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, આ મારા માટે ખરેખર ખાસ ક્ષણ છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને આવું સન્માન મળશે. જીવનમાં ઉતાર-ચડાવ હોય છે, પરંતુ આપણે હંમેશાં ફરીથી શરૂઆત કરવા માટે તૈયાર રહેવું જોઈએ, જેમ કે મારા પાત્રએ ફિલ્મ 12th ફેઈલમાં કર્યું હતું.
‘Own yourself, own your stories, own your roots wherever you come from’ ✨
– Indian Film Personality of the Year Vikrant Massey at the closing ceremony of the 55th #IFFI 🎬
Along with his talent, the award also celebrates his dedication to the art of cinema#IFFI2024 #IFFI55… pic.twitter.com/BVxXwCvIN2
— PIB India (@PIB_India) November 28, 2024
મેસ્સીએ વધુમાં જણાવ્યું કે, હું દિલથી એક વાર્તાકાર છું. હું એવી સ્ક્રિપ્ટ પસંદ કરું છું જે સામાન્ય લોકોનો અવાજ બની શકે. તમારી જાતને, તમારી વાર્તાઓ અને તમારા મૂળને સ્વીકારો, પછી ભલે તમે જ્યાંથી આવ્યા હો. ભારતીય ફિલ્મ ઉદ્યોગ સૌથી અદ્ભુત ઉદ્યોગોમાંનો એક છે અને તેનો ભાગ બનવું ખૂબ જ શાનદાર છે.
વિક્રાંત મેસીની અભિનય યાત્રા એ વાતનો પૂરાવો છે કે સપના અને સંઘર્ષ કોઈ પણ વ્યક્તિને અવિશ્વસનીય ઉંચાઈએ લઈ જઈ શકે છે. અભિનેતાએ ભવિષ્ય માટે રોમાંચ વ્યક્ત કરતાં કહ્યું કે, મારી અભિનય કુશળતાની ઘણી વણશોધાયેલી બાજુઓ છે, જેમાંથી મોટાભાગની હજુ શોધવાની બાકી છે. તો તમે પ્રતીક્ષા કરો.
વિક્રાંત મેસીની પ્રભાવશાળી ફિલ્મોગ્રાફી
દિલ ધડકને દો (2015), અ ડેથ ઈન ધ ગુંજ (2016), લિપસ્ટિક અંડર માય બુરખા (2016), હાફ ગર્લફ્રેન્ડ (2017), ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે (2019), ગિન્ની વેડ્સ સની (2020) અને સાયન્સ ફિક્શન જેમ કાર્ગો (2020) જેવા નોંધપાત્ર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. દરેક પર્ફોર્મન્સમાં તેની વૈવિધ્યતા અને તેની કળા પ્રત્યેની સમર્પણતા દર્શાવવામાં આવી હતી, જેણે વિવેચકો અને પ્રેક્ષકોની પ્રશંસા મેળવી હતી.
આ પણ વાંચોઃ કેન્સર નહિ, કાલા જાદુ કૃષ્ણ કુમારની દીકરી તિશાના મૃત્યુનું કારણ? માતાએ કર્યા શોકિંગ ખુલાસા