મનોરંજન

વિક્રમ ગોખલેનું નિધન નહી તબિયત નાજુક, દીકરીએ કહ્યું અફવા ન ફેલાવશો…

ગઈકાલ મોડી સાંજથી હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા હતા. જેના પર તેની પુત્રીએ તેમના મૃત્યુના સમાચાર પર ખુલાસો આપતા જણાવ્યું છે કે વિક્રમ ગોખલે હજુ જીવે છે. વિક્રમ ગોખલેની હાલત અત્યંત નાજુક છે. તેઓ લાઈફ સપોર્ટ સીસ્ટમ પર છે. તેમજ વિક્રમ ગોખલેની પુત્રીએ લોકોને તેમના પિતાના સારા સ્વાથ્ય માટે પ્રાર્થના કરવા કહ્યું છે અને આવી ખોટી અફવા ન ફેલાવા માટે પણ અપીલ કરી છે.

વિક્રમ ગોખલેના મૃત્યુ પર તેમની પત્ની વૃષાલી ગોખલેએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તે હજી જીવિત છે. અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત બગડતાં તેમને પુણેની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેની હાલત અત્યંત ગંભીર છે. અભિનેતાની તબિયતને લઈને ગુરુવારે સવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

હજુ પણ અભિનેતાની સારવાર ચાલી રહી છે

તમને જણાવી દઈએ કે 77 વર્ષીય અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ સ્ટાફએ તેમની સ્થિતિ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ગોખલે પરિવારે મીડિયા રિપોર્ટ્સમાં તેમના મૃત્યુના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

વિક્રમ ગોખલેનું નિધન નહી તબિયત નાજુક, દીકરીએ કહ્યું અફવા ન ફેલાવશો... - humdekhengenews

ઘણી મોટી મોટી ફિલ્મોમાં પાત્રો ભજવ્યા છે

અભિનેતા વિક્રમ ગોખલેએ હિન્દી સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1971માં અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘પરવાના’થી કરી હતી.વિક્રમ ગોખલે સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999)માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાની ભૂમિકા ભજવી હતી. આ સાથે ‘ભૂલ ભુલૈયા’, ‘દિલ સે’, ‘દે દના દન’,’હિચકી’,’નિકમ્મા’ અને ‘મિશન મંગલ’ જેવી બોલિવૂડની હિટ ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે પ્રખ્યાત છે

‘મિશન મંગલ’માં શાનદાર અભિનય કર્યો

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’માં વિક્રમ ગોખલેનું ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર હતું. જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતા. વિક્રમ ગોખલેના કરિયર અંગે વાત કરીએ તો તેમણે મરાઠી, હિન્દી ફિલ્મોની સાથે સાથે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. 1989 અને 1991ની વચ્ચે તેણે પ્રખ્યાત શો ‘ઉડાન’ માં મજબૂત ભૂમિકા ભજવી.આ સિવાય તે દ્રધનુષ,ક્ષિતિજ યે નહીં, સંજીવની, જીવન સાથી, સિંહાસન, મેરા નામ કરેગી રોશન,શિવ મહાપુરાણમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં મરાઠી ફિલ્મ ‘પરમિશન’ માટે અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પીએમ મોદી આજે ગજવશે 4 મહાસભા

વિક્રમ ગોખલે લિવરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.સાથે જ તેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.જ્યારથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે ત્યારથી તબીબો તેની તબિયતમાં સુધાર લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા

Back to top button