

ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ આજે પૂર્ણ થવાનો છે ત્યારે ગુજરાતના નવા ડીજીપી ના નામની જાહેરાત કરવામાં આવી છે. આઇપીએસ વિકાસ સાહેને નવા ઇન્ચાર્જ પોલીસ વડા તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં અર્બન-20 : ન્યૂયોર્કથી ટોકિયો સહિતના 20 આંતરાષ્ટ્રીય શહેરોનું ડેલિગેશન આવશે
છેલ્લા ગણા સમયથી કેટલાય નામો રેસમાં હતા ત્યારે આજરોજ વિકાસ સહાય ને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આશિષ ભાટિયાનો વિધાનસભા ચુંટણી પહેલા 6 મહિનાનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. તેમણે સરકાર સમક્ષ પોતાની તબિયત સારી ન રહેતી હોવાનું કહી કાર્યકાળ વધારવા માટે ઇચ્છતા ન હતા પણ વિધાનસભા ચુંટણી નજીક હોવાના કારણે તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટના : અંતે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર
છેલ્લા એક માસ થી અનેક નામોની ચર્ચા થઈ રહી હતી ત્યારે આજરોજ વિકાસ સહાયને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત અનેક આઇપીએસ અધિકારીઓ ડીજીપી બનવાની રેસમાં હતા ત્યારે વિકાસ સહાય હવે ગુજરાતના નવા પોલીસ વડા તરીકે ચાર્જ લેશે.