ટ્રેન્ડિંગમનોરંજન

રિલીઝ પહેલા જ વિજયની ફિલ્મને મળી સફળતા

Text To Speech
  • વિજયની ફિલ્મ લિયો હજી રિલીઝ થઈ નથી તેમ છતાં અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ ફિલ્મની અત્યાર સુધીમાં 1.2 કરોડની ટિકિટો વેચાઈ ચૂકી છે.

Leo Advance Booking: થલપથી વિજયની તમિલ ફિલ્મ લીઓ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે અને તેની રિલીઝ પહેલા જ ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. લીઓ રિલીઝ થવામાં હજુ પાંચ દિવસ બાકી છે, તેમ છતાં અત્યાર સુધીમાં તેની કરોડોની કિંમતની ટિકિટો વેચાઈ ચૂકી છે. વિજયની લિયો ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડવા જઈ રહી છે. નવા રિપોર્ટ્સમાં ફિલ્મના એડવાન્સ બુકિંગના ડેટા સામે આવ્યા છે.

SACNILCના રિપોર્ટ અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં લીઓની 1.2 કરોડની ટિકિટ વેચાઈ છે. રિપોર્ટ અનુસાર, શુક્રવારે લિયોના 446 તમિલ શોની 64,229 ટિકિટો વેચાઈ ચૂકી છે. આ સાથે ફિલ્મનું કલેક્શન 1.20 કરોડ રૂપિયા પહોંચ્યું છે.

ફિલ્મને ચેન્નાઈથી સારો પ્રતિસાદ મળ્યોઃ

રિપોર્ટ્સ અનુસાર, લિયોને ચેન્નાઈમાંથી સૌથી સારો રિસ્પોન્સ મળ્યો. આ શહેરમાંથી 70 ટકા એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. લીઓનું ટ્રેલર મદુરાઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યાં અત્યાર સુધીમાં 34 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે.

લીઓની કલાકારોની વાત કરીએ તો 2021 પછી વિજય અને લોકેશ કનાગરાજનું પુનઃમિલન છે. આ સાથે ત્રિશા કૃષ્ણન પણ વિજય સાથે જોવા મળશે. ફિલ્મમાં ખાસ વાત એ છે કે સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સંજય દત્ત લિઓ ​​ફિલ્મથી તમિલમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તેમણે ગયા વર્ષે KGF: Chapter 2 સાથે કન્નડ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. લિયોની ફિલ્મમાં અર્જુન સરજા, મન્સૂર અલી ખાન, પ્રિયા આનંદ, ગૌતમ વાસુદેવ મેનન પણ મહત્વના રોલમાં જોવા મળશે. ચાહકો લીઓના રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: રાજકુમાર રાવનો પત્ની પત્રલેખા સાથેના રોમાન્સનો પ્રાઇવેટ વીડિયો વાઇરલ!

Back to top button