સાઉથ એકટર થાલાપથી વિજયનો બર્થડે, રજનીકાંત કરતાં પણ વધુ ફિ લે છે વિજય
સાઉથ સિનેમાના સ્ટાર એક્ટર થાલાપતિ વિજય આજે તેમનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 22 જૂન, 1974ના રોજ થયો હતો. ત્યારે અમે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો તમને જણાવીશું.
સાઉથના સુપરસ્ટાર એક્ટર થાલાપથી વિજય 22 જૂને 48 વર્ષના થઈ ગયા છે. તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ‘બીસ્ટ’, ‘માસ્ટર’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. આજે તે ભલે સુપરસ્ટાર હોય, પરંતુ શું તમે જાણો છો કે અભિનેતાને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એકવાર તેને પહેલી ફિલ્મ માટે 500 રૂપિયા મળ્યા હતા અને આજે તે રજનીકાંત કરતા પણ વધુ ફી લે છે.
વિજયે 10 વર્ષની ઉંમરે તેની કારકિર્દી શરૂ કરી હતી. તેણે પહેલીવાર ‘વૈત્રી’માં કામ કર્યું હતું. આ પછી અભિનેતાએ 18 વર્ષની ઉંમરથી મુખ્ય અભિનેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વિજય અત્યાર સુધીમાં 65 થી વધુ ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરી ચૂક્યા છે. તેમનું સાચું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે, પરંતુ તેમને પ્રેમથી થાલાપથી વિજય કહેવામાં આવે છે.
વિજય પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ માટે તેનું નામ ફોર્બ્સની યાદીમાં પણ નોંધાયેલું છે. એટલું જ નહીં, તેણે ફીના મામલે પણ રજનીકાંતને પાછળ છોડી દીધો છે. તેઓ એક ફિલ્મ માટે 65 થી 100 કરોડ રૂપિયા લે છે. વિજયની નેટવર્થ વિશે વાત કરતાં કહેવાય છે કે, તેઓ 420 કરોડના માલિક છે અને તેમની વાર્ષિક આવક માત્ર 100 થી 120 કરોડ છે. આ સિવાય જો અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘થાલાપતિ 66’ છે, જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે.